હિંમતનગરના પીપલોદીમાં પેટ્રોલ પંપની ઓફિસમાં 1.93 લાખની રોકડની ચોરી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પીપલોદી નજીક નેશનલ હાઇવે પરના પેટ્રોલ પંપ પર બે દિવસ પહેલા વહેલી સવારના સમયે અજાણ્યા શખસે ઓફિસનો દરવાજો તોડી ડ્રોવરમાંથી રૂ.1.93 લાખની રોકડની ચોરી કરી હતી. આ ચોરી અંગેની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે સીસીટીવી કબજે લઈને તપાસ હાથ ધરી છે.


હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કિંજલકુમાર કુમારપાળ મહેતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ પીપલોદીમાં નેશનલ હાઇવે પર આવેલા મહેતા ઓટો મોબાઇલ્સ નામના પેટ્રોલ પંપની ઓફિસનો અજાણ્યા શખસે દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. કાઉન્ટરના કબાટનો બગીચામાં ફૂલછોડ કાપણી કરવાની કાતર વડે નકુચો તોડી સ્ટીલની પેટીમાં રાખેલી રોકડ રકમ રૂ. 1,93,390 જેટલી રોકડ રકમની ચોરી કરી લઇ ગયો હતો. આ અંગે હિંમતનગર એ-ડિવિઝન પોલીસે અજાણ્યા શખસ સામે રૂ. 1.93 લાખની રોકડની ચોરીનો ગુનો નોંધી. CCTV ફૂટેજ કબજે લઈને તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.