વિદેશી દારૂના કટિંગ કરતા સમયે રેડ કરી બે કાર સહિત એક શખસને ઝડપી પાડ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગોકુલનગર રેલવે ફાટક પાસેથી ગત રાત્રિના સમયે વિદેશી દારૂના કટિંગ કરતા સમયે રેડ કરી બે કાર સહિત એક શખસને ઝડપી લીધો હતો અને 6 સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલ ગોકુલનગર રેલવે ફાટક પાસે ગુરુવાર રાત્રિના સમયે SMC મળેલ બાતમી આધારે વિદેશી દારૂનું કટિંગ થઇ રહ્યું હતું. SMCએ રેડ કરતા સ્કોર્પીઓ ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે એક કારમાંથી 72 બોટલ રૂ 39,120ની મળી આવી હતી. તો બીજી કાર ખાલી હતી.

SMCએ રોકડા રૂ.1,050, મુખ્ય આરોપીની કાર અને સાથે દારૂનું કટિંગ કરાવવા સાથે આવનાર કાર મળી એમ બે કાર અને રૂ 5.50 હજાર મળીને કુલ રૂ 5,95,670 કબજે લઈને હિંમતનગરના બેરણા રોડ આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ધવલ ઈશ્વરભાઈ પંચાલને ઝડપી લઈને ફરાર 5 સહિત છ સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસે છ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફરાર આરોપી

હિતેન્દ્રસિંહ ઉર્ફે સન્નીબાપુ ધર્મેન્દ્રસિંગ બિહોલા (જલારામ મંદિર રોડ, હિંમતનગર-દારુનું કટિંગ કરાવનાર મુખ્ય આરોપી)

રાકેશ (રહે.રાજસ્થાન- દારુ ભરેલ બ્લેક કલરની નંબર પ્લેટ વગરની સ્કોપિયો ગાડી રાજસ્થાનથી લાવનાર ચાલક)

ખેરાજ ખત્રી (હિંમતનગર, બ્લેક કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પીઓમાં દારુ ભરાવવા હિંમતનગરથી રાજસ્થાન જનાર અને સાથે આવનાર મુખ્ય આરોપી સન્નીનો માણસ)

પ્રશાંત જયસ્વાલ (હિંમતનગર કટિંગવાળી જગ્યાએ દારુ લેવા આવનાર હોન્ડા સીટીકાર નં GJ-18-AB-7235નો ચાલક)

બ્લેક કલરની નંબર પ્લેટ વગરની ક્રેટા પાયલોટીંગ કરનાર


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.