રેલવે સ્ટેશન પર રેલવેના કામોના લોકાર્પણ અને શિલાન્યાસનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો
હિંમતનગર રેલવે સ્ટેશન પર આજે દેશના વડાપ્રધાનના હસ્તે રેલવે વિભાગના થયેલા વિવિધ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ સમારોહનું વર્ચ્યુઅલ કાર્યક્રમ સાંસદની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સાંસદના હસ્તે વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ ખુલ્લો મુકાયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ ખાતે મંગળવારના રોજ અમદાવાદમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં એક સાથે 700 સ્થળે રેલવે વિભાગનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો જેને ઈતિહાસ ગણાવ્યો હતો. આ ઐતિહાસિક કાર્યક્રમ કરવા બદલ રેલવે મંત્રી અને અમદાવાદ રેલવે વિભાગને અભિનંદન આપ્યા હતા. હિંમતનગર રેલવે સ્ટેશન પર શિલાન્યાસ અને લોકાર્પણનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો.
વર્ચ્યુઅલ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હિંમતનગર રેલવે સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દીપસિંહ રાઠોડના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અસારવાથી ઉદેપુર સુધીની ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી પૂર્ણ થતા અગામી સમયમાં મુબઈ અને ખજુરાહો સુધીનો નવી ટ્રેનો પણ શરુ થશે.