ખેડબ્રહ્મમાં ધોળાદિવસે યુવતિના અપહરણનો પ્રયાસ
ખેડબ્રહ્મા પંથકમાં ધોળાદિવસે યુવતિના અપહરણનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. નોકરી જતાં દરમ્યાન અચાનક રસ્તો રોકી ઇકો કારમાં આવેલા ઇસમો યુવતિને બળજબરીપુર્વક પકડે છે. આ દરમ્યાન રસ્તા પર અન્ય વાહનચાલકો આવતાં જોઇ યુવતિએ બુમાબુમ મચાવી હતી. જેથી ભય વચ્ચે આવી ગયેલા આરોપી ઇસમો યુવતિને છોડી નાસી ગયા હતા. ઘટનાની જાણ યુવતિએ તેના પિતાને કર્યા બાદ મામલો સામે આવ્યો છે. જોકે યુવતિ અને તેના પરિવારે હજુ સુધી ફરીયાદ નોંધાવી નથી.
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા પંથકના મીઠીબલી ગામે નોકરી જતી યુવતિના અપહરણનો પ્રયાસ થયો હતો. ખેડબ્રહ્માના મીઠીબીલી તરફ જવા માટે યુવતિ બાવળકાંઠીયા સ્ટેન્ડે ઉતરી હતી. આ દરમ્યાન આરોપી ઇસમોએ પુર્વતૈયારીના ભાગરૂપે ઇકો ગાડીમાં આવી યુવતિને પકડવા કોશિષ કરે છે. બળજબરીપુર્વક યુવતિને ગાડીમાં બેસાડતાં દરમ્યાન બુમાબુમ મચાવે છે. યુવતિનો અવાજ સાંભળી સામેથી વાહનો જોઇ આરોપીઓ ગભરાહટમાં આવી જાય છે. આથી યુવતિને ઇકોમાંથી નીચે ફેંકી ફરાર થઇ ગયા હતા.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઘટના બાદ ઉચાટ અને મુંઝવણ વચ્ચે યુવતિ તેના પિતાને જાણ કરતા મામલો સામે આવ્યો છે. જોકે અપહરણકારો કોણ હતા ? અને કયા ઇરાદાથી આવ્યા હતા ? તે સ્પષ્ટ થઇ શક્યુ નથી. આ તરફ યુવતિ અને તેના પરિજનોએ હજુ સુધી પોલીસ ફરીયાદ કરી નથી. યુવતિ નોકરીયાત છે અને તેના પિતા ખેડબ્રહ્મા પંથકના જાણીતા વ્યક્તિ હોઇ મામલો વધુ રસપ્રદ બન્યો છે.