હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના બે નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં લેવાયેલા ચાર દર્દીઓના સેમ્પલ પૈકી બે દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ આવેલા બંને દર્દીઓમાં એક 22 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર છે, જે હિંમતનગર મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં ફરજ બજાવે છે. બીજો દર્દી હિંમતનગરના મહાવીરનગર વિસ્તારનો 26 વર્ષીય યુવક છે. બંને દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO ડૉ. ના જણાવ્યા અનુસાર, કોરોનાને લઈને હોસ્પિટલમાં સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કોવિડ ઓપીડી પણ શરૂ કરવામાં આવી છે. બે દિવસ પહેલા લેવાયેલા ચાર સેમ્પલ પૈકી બે પોઝિટિવ આવ્યા છે.

- June 6, 2025
0
345
Less than a minute
You can share this post!
editor