સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સવગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલે એ મોટી કાર્યવાહી કરી છે. સંજરનગર વિસ્તારની મદની સોસાયટીમાં એક ઘરમાંથી 19 મે 195.280 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. પોલીસે વેચનાર અને ખરીદનાર બે આરોપીને પકડી પાડ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે એ આ કેસમાં મોબાઈલ, રોકડ સહિત કુલ રૂ. 19.52 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. પકડાયેલા આરોપીઓમાં ખુરશીદખાન સદ્દાતખાન પઠાણ (સવગઢ, હિંમતનગર) અને નોમાનમિયા શકીરમિયા પઠાણ (કસ્બાવાડ, તલોદ)નો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓને હિંમતનગરની એડિશનલ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે 30 મે સુધી 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કેસમાં એક મુખ્ય આરોપી ઇરફાનખાન નિસારખાન પઠાણ હજુ ફરાર છે. તે મધ્યપ્રદેશથી MD લાવીને ખુરશીદખાનને વેચાણ માટે આપતો હતો. SMCએ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ MD સપ્લાય ચેઈન અને નેટવર્કની તપાસ તેજ કરી છે.

- May 21, 2025
0
590
Less than a minute
You can share this post!
editor