સાબરકાંઠા એસઓજી પોલીસે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ નજીકથી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા તાલુકાના મંડવાળના રહેવાસી લક્ષ્મણલાલ જાલમચંદ પરમાર (ઉંમર 32)ની અટકાયત કરી છે. એસઓજી પોલીસની ટીમ ATS ચાર્ટર અંતર્ગત ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન એસઓજી ના અધિકારીઓ ભાવિનભાઈ, કિરીટસિંહ, ભાવેશકુમાર અને પંકજકુમારને મળેલી બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1)(જે) હેઠળ કરી છે. આરોપીને આગળની કાર્યવાહી માટે ખેડબ્રહ્મા પોલીસને સોંપવામાં આવ્યો છે.

- February 11, 2025
0
276
Less than a minute
You can share this post!
editor