સાબરકાંઠામાં ચોમાસાના પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી છે. ચોમાસાની સિઝનમાં પડેલા વરસાદમાં મુખ્ય માર્ગો સહિત નેશનલ હાઈવે પરના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા ખાડા અને ગાબડાં પડતા વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આવા ડિસ્કો રોડ પરથી પસાર થવું વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે વધુ આફત નોતરી શકે છે. આ રોડના કારણે વાહન ઉપરાંત ચાલકોને પણ બેકપેઈન અને કયારેક નીચે પડી જતા વાગવાનો ભય સતાવે છે.
તંત્રને રજુઆત બાદ કામગીરીનો અભાવ; સ્થાનિક લોકો તેમજ વાહનચાલકો દ્વારા અનેક વખત નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક તંત્રને રજુઆત કરવામાં આવી છે છતાં કોઇ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જોકે માત્ર માટી નાખી ઉપરથી કાદવ કિચડ થી પણ લોકો પરેશાન થઈ રહ્યા છે.. આજુબાજુના વિસ્તારના રહેવાસીઓ અને વેપારીઓ પણ આ સંજોગોમાં ત્રાહીમામ પોકારી રહ્યા છે.