સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકામાં કમોસમી વરસાદે દસ્તક દીધી છે. ઇડર તાલુકામાં સૌથી વધુ 57 મિમી (અઢી ઇંચ) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વડાલીમાં 15 મિમી, પોશીનામાં 11 મિમી, ખેડબ્રહ્મામાં 6 મિમી અને વિજયનગરમાં 2 મિમી વરસાદ પડ્યો છે. ઇડરમાં ચાર કલાક દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા અન્ડર બ્રિજમાં પાણી ભરાવાને કારણે ઇડર-અંબાજી સ્ટેટ હાઈવે પરનો ટ્રાફિક લાલોડા ગામ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. શનિવારે રાત્રે ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી અને પોશીના તાલુકામાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. રેલવે અન્ડર બ્રિજમાં પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે પાણી ભરાયું હતું. આ સ્થિતિને પહોંચી વળવા મોટરો મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં મોટા વાહનો અન્ડર બ્રિજના એક માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે.

- May 11, 2025
0
281
Less than a minute
You can share this post!
editor