વડાલી પાસે ત્રણ દિવસ પહેલા થયેલા ગંભીર અકસ્માતને પગલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા 18 વાહનોને ડિટેઈન કર્યા છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર-ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર ગુરુવારની રાત્રે વડાલી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જીપમાં સવાર 37 મુસાફરોને ઈજાઓ થઈ હતી.આ ઘટના બાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના PI અને વડાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જએ સ્ટાફ સાથે વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી. વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ દરમિયાન કાયદેસરની સંખ્યા કરતાં વધુ મુસાફરો સાથે જોખમી રીતે વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. MV એક્ટની કલમ 207 હેઠળ કુલ 18 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા છે. આ વાહનોમાં મોટાભાગે કમાન્ડર જીપનો સમાવેશ થાય છે. પોલીસની આ કાર્યવાહી ભવિષ્યમાં થતા અકસ્માતો રોકવા માટે હાથ ધરવામાં આવી છે.

- March 9, 2025
0
45
Less than a minute
You can share this post!
editor