હિંમતનગર બી ડિવિઝન પોલીસે અનડિટેક્ટ ગુનાઓની તપાસ દરમિયાન એક શખ્સને ચોરીના બાઇક સાથે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ભોલેશ્વર પુલ પાસેથી કુંદન જયંતીભાઈ વણકર (ઉં.વ. 37, રહે. ફતેપુર, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા)ને પકડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી મળેલા બાઇક (નંબર GJ.09.CT.8070)ના આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. પોકેટકોપ ઈ-ગુજકોપ મોબાઈલ એપમાં તપાસ કરતા આ બાઇક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રૂ.15,000ની કિંમતનું બાઇક જપ્ત કર્યું છે. તપાસમાં બહાર આવ્યું કે, આરોપી અગાઉ પણ બાઇક ચોરીના સાત(7) ગુનામાં પકડાયો છે. તેમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4 વખત અને એ ડિવિઝનમાં 3 વખત પકડાયો છે. જેલમાંથી છૂટ્યા બાદ તેણે ફરી ચોરી કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

- June 2, 2025
0
403
Less than a minute
You can share this post!
editor