સાબરકાંઠા એલસીબી એ 10 લાખનો વિદેસી દારૂ ઝડપી પાડ્યો; આરોપી કાર મૂકી ફરાર

સાબરકાંઠા એલસીબી એ 10 લાખનો વિદેસી દારૂ ઝડપી પાડ્યો; આરોપી કાર મૂકી ફરાર

સાબરકાંઠા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગર તાલુકામાં મોટી કાર્યવાહી કરી છે. એલસીબીને મળેલી બાતમીના આધારે આડા હાથરોલ પાસે નાકાબંધી કરવામાં આવી હતી. રાજસ્થાન તરફથી આવી રહેલી બે કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસને જોઈને બંને કારના ચાલકો ભાગી નીકળ્યા હતા. એલસીબીએ પીછો કર્યો હતો. જો કે, રાત્રીના અંધકારનો લાભ લઈને બંને કાર ચાલક સહિત ચાર શખ્સો કાર મૂકીને ફરાર થઈ ગયા હતા.

એલસીબીના પીઆઈ એસ.એન.કરંગીયાના જણાવ્યા મુજબ, હોન્ડા સિવિક કારની તપાસ કરતા તેમાંથી 726 બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. જેની કિંમત રૂ.1,88,136 છે.પોલીસે બે કાર (કિંમત રૂ.10 લાખ) અને દારૂ સહિત કુલ રૂ.11,88,136નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં બે કાર ચાલક અને અન્ય બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *