સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસે ગત રાત્રે હિંમતનગરની પોલીટેકનિક ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે રાજસ્થાનથી ભિલોડા-ગાંભોઈ-હિંમતનગર થઈને વિજાપુર જતી વેરના કારને રોકવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન કારમાંથી ચાલક પંકજ કટારા (ઉંમર 28, રહે. ચુનાખાણ બુજ ફળિયું, ભિલોડા) ને પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે કારમાં બેઠેલો અન્ય એક શખ્સ ફરાર થવામાં સફળ રહ્યો હતો. કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ અને બીયરની 17 પેટી મળી આવી હતી, જેમાં કુલ 504 નંગ બોટલ હતી, જેની કિંમત રૂ. 89,040 થવા જાય છે. પોલીસે GJ.23.H.1273 નંબરની વેરના કાર (કિંમત રૂ. 2 લાખ) સહિત કુલ રૂ. 2,89,040નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પાટિયા ઠેકાનો સેલ્સમેન બંસીલાલ (જેણે વિદેશી દારૂ ભરી આપ્યો) અને મહુડી ચોકડી નજીક રહેતો રાજુ નામનો શખ્સ હજુ ફરાર છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

- January 27, 2025
0
386
Less than a minute
You can share this post!
editor