સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ ટી નટરાજન ને હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું

સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ ટી નટરાજન ને હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું

સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ સાબરકાંઠાની મુલાકાત દરમિયાન હિંમતનગર ઇડર હાઇવે ઉપર આવેલ હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા તાત્કાલિક ધોરણે પુલોની પુનઃ સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પુલોનું નિરીક્ષણ અને જરૂરી જણાય તો સમારકામ કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત જિલ્લા પ્રભારી સચિવ દ્રારા હિંમતનગર ઇડરને જોડતો મહેતાપુરા  હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતુ. આ  સમયે સેફટી ને લગતા વિવિધ મુદ્દાઓની વિગતવાર જાણકારી મેળવી પુલની મજબૂતાઈ અંગે ટેકનિકલ ટીમ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. ત્યાર બાદ  હિંમતનગર ખાતે થી પસાર થતાં નેશનલ હાઈવે સહકારી જિન સર્વિસ રોડ અને ફ્લાયઓવર નું નિરીક્ષણ કર્યું તેમજ દેરોલ વિજાપુર પુલનું નિરીક્ષણ કરી સેફ્ટી અંગે જરૂરી સૂચનો કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *