આ બેઠકમાં ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી આદિજાતિ વિસ્તારમાં પંચાયતના મકાન અંગે, મનરેગા યોજનાના કામો વિશે પ્રશ્નો પૂછ્યા હતાં. હિંમતનગર ધારાસભ્ય વી.ડી ઝાલાએ નગરપાલિકા વિસ્તારમાં સમાવિત વિસ્તારો, ગ્રામ પંચાયતના મકાન, પ્રવાસન સ્થળ, જિલ્લામાં રહેતા ગેર કાયદેસર વિદેશી નાગરિકો અંગે, તળાવ ભરવા, નૅશનલ હાઇવે, રેલવે સહિત જન સામાન્યને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા.
રાજ્ય સભા સાંસદ રમીલાબેન બારાએ આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, શાળાઓના ઓરડા પીવાના પાણી અંગે તેમજ પવિત્રધામ યાત્રાધામોના વિકાસ અંગે પ્રશ્ન રજૂ કર્યા હતા. લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા એ તલોદ શહેરના રસ્તા ના પ્રશ્નો રજૂ કર્યા હતા. સંકલન બેઠકમાં પદાધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના અમલીકરણ અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા.
સંકલન ભાગ-૨ માં ‘ધરતીઆંબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ’ અભિયાન અંગે અમલીકરણ અધિકારીઓ સાથે રોડ સેફ્ટી અંતર્ગત કરવામાં આવેલ કામગીરી જાગૃતિ અભિયાન અંગે ચર્ચા કરી જિલ્લા કલેકટર એ અમલીકરણ અધિકારીઓની જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. માય ભારત – નાગરિક સંરક્ષણ સ્વયં સેવક તરીકે જોડાવવા – નોંધણી કરાવવા જિલ્લા કલેકટરએ બેઠકમાં અનુરોધ કર્યો હતો.