સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર હાઈવે પર પોલાજપુર નજીક સોમવારે બપોરે એક સીએનજી ઈકો ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ઘટના સમયે ઈકો ગાડીમાં માત્ર ડ્રાઈવર જ સવાર હતો. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને તરત જ ગાડી છોડી દીધી હતી. આથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આગની જાણ થતાં હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
- September 1, 2025
0
408
Less than a minute
You can share this post!
editor

