નેશનલ હાઈવે 48 પર પ્રાંતિજના જેશિંગપુરા પાસે મંગળવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના ઉદેપુરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી સ્લીપર કોચ બસ હિંમતનગરથી અમદાવાદ જઈ રહેલા ટ્રક ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં હિંમતનગર અને તલોદની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ મુસાફરોમાંથી ચારને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અને એકને પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાંતિજ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- August 20, 2025
0
480
Less than a minute
You can share this post!
editor

