સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા પાસે હાઇવે રોડ પર કારમાં અચાનક આગ લાગી હતી. જેને લઈને અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જોકે ચાલક સહિત બંને જણા સમયસૂચકતાથી બહાર નીકળી જતા બચાવ થયો હતો. ખેડબ્રહ્મા ફાયર વિભાગને જાણ કરતા સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, અલ્ટો કાર લઈને ખેડબ્રહ્મા ગેસની બોટલ લેવા માટે જ્યાંથી ગેસની બોટલ લઈને પરત લક્ષ્મીપુરા જતા સમયે ગલોડિયા ગામ નજીક હાઇવે રોડ પર અચાનક આગ લાગી હતી.જેને લઈને અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ સમય સુચકતાથી ચાલક સહિત બે જણા બહાર નીકળી ગયા હતા.આગ લાગવાને લઈને ખેડબ્રહ્મા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જેથી ફાયર વિભાગના સંતોષ પટેલ ટિમ સાથે સ્થળ પર આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતો. જોકે આગ લાગવાથી અલ્ટો કાર બળીને ખાખ થઈ હતી.