રશિયાએ યુક્રેનના 30 થી વધુ શહેરો પર મોટો હુમલો કર્યો, 12 થી વધુ લોકોના મોત

રશિયાએ યુક્રેનના 30 થી વધુ શહેરો પર મોટો હુમલો કર્યો, 12 થી વધુ લોકોના મોત

રશિયાએ શુક્રવાર અને શનિવારે રાત્રે યુક્રેનના 30 થી વધુ શહેરો અને ગામડાઓ પર ભીષણ હુમલો કર્યો છે. આ હુમલામાં ૧૨ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ એક કડક નિવેદન જારી કરીને આ હુમલાની નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી. “અમારી કટોકટી ટીમો જમીન પર કામ કરવાનું ચાલુ રાખે છે, જ્યાં જરૂર હોય ત્યાં લોકોને રાહત પૂરી પાડે છે. હું તેમના સમર્પણ બદલ તેમનો આભાર માનું છું,તેવું ઝેલેન્સકીએ ટ્વિટ કર્યું હતું.

ઝેલેન્સકીએ આગળ લખ્યું કે રશિયન હુમલાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રશિયાએ એક જ રાતમાં લગભગ 300 હુમલાખોર ડ્રોનથી હુમલો કર્યો. આમાંના મોટાભાગના ઈરાની બનાવટના શહીદ ડ્રોન હતા, જેને યુક્રેનિયન ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે, રશિયાએ લગભગ 70 બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલોથી વિવિધ શહેરો પર હુમલો કર્યો હતો.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ, રશિયન હુમલાના મુખ્ય લક્ષ્યો ઝાયટોમીર, ખ્મેલનીત્સ્કી, ટેર્નોપિલ, ચેર્નિહાઇવ, સુમી, ઓડેસા, પોલ્ટાવા, ડીનીપર, માયકોલાઈવ, ખાર્કીવ અને ચેર્કસી પ્રદેશો હતા, જેમાં યુક્રેનની રાજધાની કિવનો સમાવેશ થાય છે. મોટાભાગના હુમલાઓ સીધા નાગરિક વિસ્તારો પર કરવામાં આવ્યા હતા. કિવમાં યુનિવર્સિટીના શયનગૃહોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા ઔદ્યોગિક એકમો અને રહેણાંક ઇમારતોને પણ ભારે નુકસાન થયું હતું.

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, આ હુમલો નાગરિકોને નિશાન બનાવવા માટે એક ઇરાદાપૂર્વકની રણનીતિ છે. બાળકો સહિત ઘણા નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા. આ આતંકવાદ છે. મારી ઊંડી સંવેદના છે.” ઝેલેન્સકીએ આ હુમલાને રશિયા સામે નવા અને કડક પ્રતિબંધો માટે પૂરતો આધાર ગણાવ્યો. અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોના મૌન પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, દુનિયા ભલે સપ્તાહાંતની ઉજવણી કરી રહી હોય, પરંતુ યુક્રેનમાં યુદ્ધ ચાલુ છે. અમેરિકા અને અન્ય દેશોનું મૌન પુતિનને વધુ આક્રમક બનાવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી રશિયન નેતૃત્વ પર વાસ્તવિક અને મજબૂત દબાણ નહીં આવે ત્યાં સુધી આ ક્રૂરતા બંધ નહીં થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *