પાટણ સિદ્ધિ સરોવર પાઇપલાઇન માટે રૂ.8.95 કરોડ ગ્રાન્ટને મંજૂર કરાઈ

પાટણ સિદ્ધિ સરોવર પાઇપલાઇન માટે રૂ.8.95 કરોડ ગ્રાન્ટને મંજૂર કરાઈ

ગુજરાત શહેરી વિકાસ મિશને નર્મદા જળ માટે પાલિકા પ્રમુખ ની દરખાસ્તને સ્વીકારી

પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવા માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા રૂ. 8.63  કરોડ ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા 3 ઓક્ટોબર, 2025ના રોજ સરકારમાં કરાયેલી દરખાસ્તને મંજૂરી મળી હોવાનું તેઓએ જણાવી ખુશી વ્યક્ત કરી હતી.

આ યોજના અંતર્ગત ચાણસ્મા હાઇવે પર આવેલા ખોરસમ થી આવતા નર્મદાના પેય જળના જંકશનથી પાટણના સિદ્ધિ સરોવર સુધી પાઇપલાઇન નાખવામાં આવશે. ખોરસમ સરસ્વતી પાઇપલાઇન માંથી અલગ કનેક્શન દ્વારા સીધેસીધું સિદ્ધિ સરોવરમાં પાણી પહોંચાડવામાં આવશે. આ પાઇપલાઇન 1260 મીટર લાંબી એમ.એસ. પાઇપ લાઇન હશે. GUDM દ્વારા આ ગ્રાન્ટ મંજૂર કરાયા બાદ તેની અમલવારી અને કામગીરી માટે સિંચાઈ વિભાગનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. સિંચાઈ વિભાગ દ્વારા આ યોજના અંગેના નકશા અને અંદાજો સાથેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, જેને GUDM દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રાન્ટ સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મંજૂર કરવામાં આવી છે. આ મંજૂરી કેટલીક શરતોને આધીન છે.ઉલ્લેખનીય છે કે. આ કામગીરી માટે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે અગાઉ સરકારમાં રજૂઆતો કરી હતી. તેમણે પાટણના પ્રભારી મંત્રી તેમજ પાણી પુરવઠા મંત્રીને રૂબરૂ મળીને અને પત્રો લખીને વારંવાર રજૂઆતો કર્યા બાદ આ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હોવાનું તેઓએ જણાવી ખુશી વ્યક્ત કરી હતી.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *