રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઈપીએલ 2025ની મેચ 50 રનથી જીતવામાં સફળ રહી. આ મેચમાં RCB એ CSK ને 197 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેમાં CSK ફક્ત 146 રન જ બનાવી શકી હતી. આઈપીએલની 18મી સીઝનમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચ 50 રનથી જીતીને આ સીઝનમાં સતત બીજી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એ 20 ઓવરમાં 7 વિકેટે 196 રન બનાવ્યા, જેમાં કેપ્ટન રજત પાટીદારે 51 રન બનાવ્યા જ્યારે સોલ્ટ અને કોહલીએ અનુક્રમે 32 અને 31 રન બનાવ્યા. જવાબમાં, CSK 20 ઓવરમાં ફક્ત 146 રન બનાવી શક્યું અને મેચ 50 રનથી હારી ગયું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટીમ 17 વર્ષ પછી તેના હોમ ગ્રાઉન્ડ પર આઈપીએલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ને હરાવવામાં સફળ રહી છે.
Top of the morning to you, 12th Man Army! ♥
Long way to go but we’re happy with the start. 🧿🙏#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/9qN6MuvSxT
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 29, 2025
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સામેની મેચમાં, CSK ટીમને 197 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો, જેનો પીછો કરતી વખતે તેમને શરૂઆતમાં રાહુલ ત્રિપાઠી અને કેપ્ટન રુતુરાજ ગાયકવાડના રૂપમાં બે વિકેટના આંચકા મળ્યા હતા. પ્રથમ 6 ઓવરના અંત સુધીમાં, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ફક્ત 30 રન બનાવી શકી અને ત્રણ વિકેટ પણ ગુમાવી દીધી હતી.
CSK સામેની મેચમાં, RCBના કેપ્ટન રજત પાટીદાર અને લિયામ લિવિંગસ્ટોને RCB ટીમને 196 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પાટીદારે ૫૧ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે ઇનિંગના અંતે રમતા લિવિંગસ્ટોન ૮ બોલમાં ૨૨ રન બનાવીને અણનમ રહ્યા હતા. જ્યારે CSK માટે, નૂર અહેમદે આ મેચમાં બોલ સાથે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. આરસીબી ટીમે હવે તેનો આગામી મેચ 2 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામે રમવાનો છે.