મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાટણ રોડ પર આવેલા હેલિપેડ નજીક ઊંઝા અને ઉનાવા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. એસડીએમ મહેસાણા અને વિસનગર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઊંઝા પોલીસ સ્ટેશનના 29 ગુનામાં પકડાયેલો 48.31 લાખની કિંમતનો 20,594 બોટલનો જથ્થો નષ્ટ કરાયો હતો.
ઉનાવા પોલીસ સ્ટેશનના 8 ગુનામાં પકડાયેલો 52.07 લાખની કિંમતનો 14,880 બોટલનો જથ્થો પણ નષ્ટ કરવામાં આવ્યો હતો. કુલ મળીને 1 કરોડ 3 હજાર 856 રૂપિયાની કિંમતની 35,474 બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બુલડોઝરની મદદથી દારૂની બોટલોને કચડી નાખવામાં આવી હતી. આ રીતે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા મુદ્દામાલનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો.