કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. એક તરફ, EDના સૂત્રોનો દાવો છે કે વાડ્રાએ ગેરકાયદેસર રીતે લગભગ 58 કરોડ રૂપિયા કમાયા છે. બીજી તરફ, રોબર્ટ વાડ્રાએ પૂછપરછ દરમિયાન ત્રણ મૃતકો પર કૌભાંડનો આરોપ લગાવ્યો છે.
તમને જણાવી દઈએ કે ગુરુગ્રામ જમીન સોદામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસમાં રોબર્ટ વાડ્રાનું બે વાર નિવેદન લેવામાં આવ્યું હતું. પહેલું નિવેદન 15 એપ્રિલે અને બીજું 16 એપ્રિલ, 2025 ના રોજ લેવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન, વાડ્રાએ ઘણા પ્રશ્નોના સીધા જવાબ આપવાનું ટાળ્યું અને ત્રણ મૃતકો એચ.એલ. પાહવા, રાજેશ ખુરાના અને મહેશ નાગર પર જવાબદારી નાખી. તેમણે કહ્યું કે આ લોકો તેમના વતી કામ કરતા હતા. જ્યારે EDએ તેમને આના પુરાવા માટે પૂછ્યું, ત્યારે તેઓ કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા નહીં.
ઇડીના સૂત્રોનો દાવો છે કે વાડ્રાએ તેમની કંપનીઓ સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ અને બીબીટીપીએલ દ્વારા ગેરકાયદેસર રીતે લગભગ 58 કરોડ રૂપિયા કમાયા હતા. તેમણે આ પૈસા તેમની વૈભવી જીવનશૈલી અને પોતાની કંપનીઓના નામે રિયલ એસ્ટેટ ખરીદવા પાછળ ખર્ચ્યા હતા.

