બનાસકાંઠામાં ચાર દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો અને તેમાં પાલનપુરના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ છે,પાલનપુરના મોટાભાગના રોડની પરિસ્થિતિ ખરાબ થઈ છે ગોબરી રોડ,ડેરી રોડ, આદર્શ હાઇસ્કુલ રોડ, ગણેશપુરા રોડ,મીરા દરવાજા રોડ,મફતપુરા રોડ, વડલી વાળા પરા રોડ સહિત અનેક વિસ્તારોના રોડ રસ્તા પર ખાડા પડ્યા છે. અને રોડ ધોવાઈ ગયા છે.જોકે અમુક એવા રોડ છે કે જેનું છ માસ અગાઉ જ કામ થયું છે. ત્યારે પાલિકાની કામગીરી સામે તો સવાલ થાય છે.પરંતુ સવાલ એ થાય છે. એ હવામાન વિભાગની સરકારની આગાહી હોવા છતાં હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ખાડાઓમાં પાણી ભરાયેલા છે અને તેનો નિકાલ થયો જ નથી ત્યારે તો જે રોડ પર ખાડા પડ્યા છે. અને રોડ ધોવાઈ ગયા છે એ પણ આ સામાન્ય વરસાદમાં તૂટી ગયા છે. અને ખાડા પડ્યા છે એટલે કે નગર પાલિકાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.પરંતુ સામાન્ય વરસાદમાં રોડ રસ્તાની આ હાલત થતી હોય હજારો નાગરિકો પરેશાન થતા હોય હજારો વાહન ચાલકો પરેશાન થતા હોય તો કયા પ્રકારનું કામ એ એક સવાલ છે. અત્યારે તો નાગરિકોની માગણી છે કે આ પડેલા ખાડા પૂરાય ધોવાયેલા રોડ રીપેર થાય તો મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે.

- May 14, 2025
0
115
Less than a minute
You can share this post!
editor