પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ રસ્તાની કામગીરી શરૂ કરાઇ

પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ રસ્તાની કામગીરી શરૂ કરાઇ

પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ હસ્તકના વિવિધ તાલુકાઓના રસ્તાઓ પર વરસાદી વિરામ બાદ જરૂરી રોડ મેંટેનન્સની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર ડી.એલ. રાઠોડના માર્ગદર્શન હેઠળ કુલ ૧૦ ટીમો રાજ્ય ધોરીમાર્ગો, મુખ્ય જીલ્લા માર્ગો તથા અન્ય જીલ્લા માર્ગો પર પેચ વર્ક, ટ્રેન્ચ વર્ક, જંગલ કટીંગ તથા ગેરૂ ચૂનોની કામગીરી અવિરત રીતે કરી રહી છે.

હાલ સુધીમાં જિલ્લામાં વિરમગામ- પંચાસર- સમી રોડ, જમણપુર એપ્રોચ રોડ, સમી–ગુજરવાડા રોડ, નણા- સરેલ રોડ, મેમણા- મોટીચંદુર રોડ સહિતના કુલ ૧૬ માર્ગો પર સાઇડ શોલ્ડર પાસેના જંગલ કટીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે શિહોરી–પાટણ રોડ, સિહી–સંડેર–રણુંજ–સંખારી–પાટણ રોડ તથા કાંસા–સરીયદ–સામ્પ્રા–ઉંદરા રોડ પર જંગલ કટીંગનું કામ પ્રગતિમાં છે.

વૃક્ષોને રંગકામ (ગેરૂ ચૂનો) કરવાની કામગીરી અંતર્ગત વિરમગામ- બેચરાજી – મોઢેરા- ચાણસ્મા રોડ તથા ચાણસ્મા- પાટણ- ડીસા રોડ પર કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે શિહોરી- પાટણ રોડ પર આ કામગીરી ચાલુ છે.તે ઉપરાંત સિહી- સંડેર- રણુંજ- સંખારી- પાટણ રોડ પર વરસાદી પાણીનો નિકાલ સરળ બને તે માટે બંને બાજુ ટ્રેન્ચ વર્ક પૂર્ણ કરાયું છે. કાંસા–સરીયદ–સામ્પ્રા–ઉંદરા રોડ પર ડામર પેચ વર્ક તથા હારીજ–બેચરાજી રોડ પર મેટલ પેચ વર્કની કામગીરી પ્રગતિમાં છે.

આ સમગ્ર કામગીરીમાં કુલ ૨૭ JCB મશીનો, ૧૧૫ શ્રમજીવીઓ, ૩ ટ્રેક્ટર તથા ૪ હિટાચી મશીનો કાર્યરત છે. મશીનરી તથા માનવ શક્તિનો સંકલિત ઉપયોગ કરી કામને ઝડપી પૂર્ણ કરવા વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.આ કામગીરીનું ગતરોજ અધીક્ષક ઇજનેર એલ.ડી. ચૌધરી, માર્ગ અને મકાન વર્તુળ મહેસાણા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *