વાવ તાલુકાના ઢીમાથી ઈઢાટા જતા રોડ પર બાવળની ઝાડીઓએ ગંભીર પ્રશ્ન સર્જ્યો છે. આ માર્ગ પર બાવળની જાડીઓ એટલી વધી ગઈ છે કે બે બાઈક સામસામે આવે ત્યારે નીકળવું મુશ્કેલ બની જાય છે. વાહનચાલકોની તંત્રને કટિંગની માંગ ઉઠવા પામી છે.થરાદ પંથકના સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા મુજબ, આ રસ્તો ઢીમાથી ઈઢાટા જવા માટેનો મુખ્ય માર્ગ છે. બાવળની જાડીઓના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. ખાસ કરીને સાંજના સમયે દૂધ ભરાવવા જતા લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે વાહનચાલકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે મોટી જાનહાની થાય તે પહેલાં બાવળની જાડીઓનું કટિંગ કરવામાં આવે. જો સત્વરે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. સ્થાનિકોએ તંત્રને પ્રશ્ન કર્યો છે કે જો કોઈ મોટો અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે.જો કે જાણકારો પાસેથી આડા કાને સાંભળવા મળતી અંદરની માહિતી મુજબ જવાબદાર તંત્ર દ્વારા સારા પ્રમાણમાં રૂપીયા ખર્ચીને ઝાડ કટીંગ કરાવવામાં આવતું પણ હોય છે. પરંતુ બાવળની ઝાડીઓ ફટાફટ વધી કેમ જાય છે એવો તર્ક પણ ચર્ચાયેલો જોવા મળે છે.

- May 20, 2025
0
150
Less than a minute
You can share this post!
editor