પુષ્પા-2 ગયા વર્ષે 4 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને 1400 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરીને ઇતિહાસ રચવામાં સફળ રહી હતી. હવે બીજી એક દક્ષિણ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે જે પુષ્પા-2 ના કમાણીના રેકોર્ડને તોડી શકે છે. આ ફિલ્મનું નામ ‘કાંતારા: ચેપ્ટર 1’ છે અને રિલીઝ પહેલા જ 125 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઋષભ શેટ્ટીની આ ફિલ્મે OTT અધિકારોના બદલામાં 125 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઉપરાંત, રિલીઝ થયા પછી ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. અગાઉ, આ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થયો હતો અને સુપરહિટ રહ્યો હતો. કાંતારા: ચેપ્ટર 1″ બીજી ઓક્ટોબર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. દર્શકોની ઉત્સુકતા વધારવા માટે તેનું સત્તાવાર ટ્રેલર 20 સપ્ટેમ્બરની આસપાસ રિલીઝ થવાની ધારણા છે.
- September 11, 2025
0
197
Less than a minute
You can share this post!
editor

