ઉત્તર ભારત સહિત પાડોશી રાજ્ય રાજસ્થાનમાં કમોસમી માવઠાની આગાહી
બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ પરંતુ વરસાદની કોઈ શક્યતાઓ નથી : હવામાન વિભાગ, બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીની અસર જોવા મળી રહી હતી પરંતુ ઉત્તર ભારત તરફ આવી રહેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અને રાજસ્થાન રાજ્ય ઉપર સર્જાયેલ સાયક્લોનિક સિસ્ટમની અસરને લઇ બનાસકાંઠા જિલ્લામાં પવનની દિશા બદલાતા વાતાવરણ માં પલટો આવતા જોવા મળી રહ્યો છે ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોને કારણે ઠંડીની અસર જોવા મળી હતી પરંતુ શુક્રવારની વહેલી સવારથી જ પવન બદલાતા વાતાવરણ માં પલટો આવતો જોવા મળી રહ્યો છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અને સાયકોનોમિક સિસ્ટમના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ બહુ ઓછી છે જ્યારે આગામી બે દિવસ સુધી વાતાવરણમાં ફેરફાર સાથે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે જેના કારણે રાત્રિ દરમિયાન પણ ઠંડી માંથી રાહત મળશે જોકે ઉતરાયણ બાદ પવનની દિશા બદલાતા ફરી એકવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે અત્યારે બદલાતા વાતાવરણ વચ્ચે ખેતી પાકો પર તેની સીધી અસર થવાની પણ શક્યતાઓ રહેલી છે.