૧૩ હજાર જેટલા ઉમેદવારોએ ૪૩ પરીક્ષા કેન્દ્રો પર પરિક્ષા આપી; ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે મહેસૂલી તલાટી વર્ગ-૩ ની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યના ૨૩ જિલ્લાઓમાં લેવાયેલ આ પરીક્ષા પાટણ અને સિદ્ધપુર શહેરમાં પણ ૧૩ હજાર જેટલા ઉમેદવારોએ ૪૩ પરીક્ષા કેન્દ્રો શાંતિ પુણૅ માહોલમાં પરિક્ષા આપી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.
બપોરે ૨ થી સાંજે ૫ વાગ્યા સુધીના સમય દરમિયાન આયોજિત આ પરિક્ષામાં ઉમેદવારોને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો.પરીક્ષા કેન્દ્રો પર કોલ લેટર ચકાસણી, બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફ્રિસ્કિંગની પ્રક્રિયા બાદ પ્રવેશવા દેવામાં આવ્યા હતા. બપોરે ૧-૪૫ કલાકે વોર્નિંગ બેલ વાગ્યે ઓએમઆર શીટનું વિતરણ શરૂ કરાયું હતું અને બપોરે ૨ વાગ્યા પછી કોઈપણ ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો ન હતો. પરીક્ષા કેન્દ્રો પર પરિક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન બને તે માટે જિલ્લા શિક્ષણાધિકારી અને કલેક્ટર કચેરીનો સ્ટાફ તૈનાત રહ્યો હતો.તો સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્રો પર પરિવહનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.

