શિહોરી ખાતે તમાકુની માર્કેટયાર્ડ રતનપુર ખાતે આવેલ કોલેજસ્ટોરેજ માં ચાલુ કરતા કાંકરેજ તાલુકો દીયોદર તેમજ ભાભર તાલુકાના ખેડૂતો તમાકુ લઇ ને શિહોરી માર્કેટ યાર્ડમાં વેચાણ કરવા માટે પોતાના ટ્રેકટરો અને ટ્રકો ભરી ને મોટી સંખ્યા મા આવી રહ્યા છે. જ્યાંરે તમાકુની વેપારી ઓ દ્વારા હરાજી યોજવામાં આવી હતી. તેમાં ખેડૂતો ને સારા ભાવ મળતા ખેડૂતો ખુશી અનુભવતા હતા. આજે તમાકુની હરાજી મા સારા ભાવ બોલાય હતા. તેમાં એક મણના ભાવ 1600 થી ઊંચામાં 2600 સુધીના ભાવ બોલાયા હતા. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
આજે શિહોરી ખાતે ની તમાકુ યાર્ડમાં 20 હાજર જેટલી તમાકુની બોરીઓ આવી હતી. શિહોરી ખાતે બહાર થી પણ વેપારીઓ તમાકુ ખરીદવા મોટી સંખ્યામાં આવ્યા હતા. જયારે શિહોરી ખાતે આજુબાજુ ના તાલુકા ઓમાથી પણ ખેડૂતો પોતાનો માલ લઇ ને આવી રહ્યા છે.જ્યાંરે શિહોરી ખાતે તમાકુની માર્કેટ ન હતી. ત્યારે દૂર ઉનાવા ખાતે પોતાની તમાકુ નું વેચાણ કરવા જવું પડતું પરંતુ હાલમાં શિહોરી માર્કેટ ચાલુ થતા ખેડૂતો પોતાનો માલ વેચાણ કરવા આવી રહ્યા છે. અને ખુશી અનુભવી રહ્યા છે. જેમાં શિહોરીના વેપારી ઓ પણ માલ ની મોટી ખરીદી કરી રહ્યા છે.