ઉંઝા તાલુકાના ૨૧ ગામ પંચાયતની સરપંચની બેઠકોનું પરિણામ જાહેર

ઉંઝા તાલુકાના ૨૧ ગામ પંચાયતની સરપંચની બેઠકોનું પરિણામ જાહેર

વિજયી ઉમેદવારો જીતનો જશ્ન જ્યારે હારેલા ઉમેદવારો હતાશ; ઉંઝા ઐઠોર ચોકડી પર આવેલ અં.શી.પટેલ સ્કુલ ખાતે ઉંઝા તાલુકાના ૨૧ ગામ પંચાયતની સરપંચની બેઠકો પર ૭૪ ઉમેદવારો માટે સવારે ૯:૦૦ કલાકે મતગણતરી શરૂ થઈ હતી. મતગણતરીમાં ૭ કાઉન્ટીંગ હોલ અને ૧૨ ટેબલ ગોઠવવામાં આવ્યા હતા. ૯૫ જેટલા કર્મચારીઓ વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી. જ્યારે સામ સામે ઘર્ષણ ન થાય તે માટે ૪૩ પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. વિજેતા ઉમેદવારો જાહેર થતાં સમર્થકોએ અબીલ ગુલાલની છોળો ઉડાડી હતી. વિજયી ઉમેદવારોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. જ્યારે હારેલા ઉમેદવારોમાં હતાશા જોવા મળી હતી. એટલે કહીં ખુશી કહીં ગમ જેવા દ્રશ્યો સર્જાયા હતા.

વરસાદી માહોલ વચ્ચે અં‌.શી.પટેલ સ્કુલ ખાતે ચાર રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી. પ્રથમ રાઉન્ડમાં રણછોડપુરા, વણાગલા, નવાપુરા, ડાભી, વરવાડા, વિશોળ, ખટાસણા ગામ પંચાયતની મતગણતરી શરૂ થઈ હતી. જ્યારે બીજા રાઉન્ડમાં કરણપુર, ઐઠોર, સુરપુરા, શિહી, મહેરવાડા, કામલી, ટુંડાવ ગામોની મતગણતરી યોજાઈ હતી. ત્રીજા રાઉન્ડમાં કરલી, કંથરાવી, મક્તુપુર, દાસજ, કહોડા, સુણક જ્યારે ચોથા રાઉન્ડમાં ઉપેરા ગ્રામ પંચાયતની ગણતરી યોજાઈ હતી. ઉમેદવારોના સમર્થકો સ્કૂલની બહાર પરિણામની કાગડોળે રાહ જોતા નજરે પડ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *