પાટણ શહેરના કનસડા દરવાજાથી રોટરીનગર – અનાવાડા રોડ પરની સમસ્યાઓ દુર કરવા રહીશો કલેકટર કચેરીએ પહોંચ્યા

પાટણ શહેરના કનસડા દરવાજાથી રોટરીનગર – અનાવાડા રોડ પરની સમસ્યાઓ દુર કરવા રહીશો કલેકટર કચેરીએ પહોંચ્યા

વિસ્તારના દબાણો, રખડતા ઢોરોની સમસ્યા સાથે ગંદકી સહિતની સમસ્યા દૂર કરવા આવેદનપત્ર અપાયું. પાટણ શહેરના કનસડા દરવાજાથી રોટરીનગર – અનાવાડા રોડ પરની સમસ્યાઓ દુર કરવા રહીશો શનિવારે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને વિસ્તારના દબાણો, રખડતા ઢોરોની સમસ્યા સાથે ગંદકી સહિતની સમસ્યા દૂર કરવા આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.

રહીશોએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મોજે શહેર પાટણમાં કનસડા દરવાજા બહાર નૅશનલ હાઈવે નંબર-૬૮ ની આજુબાજુમાં અનાવાડા તથા રોટરીનગરથી ઓઢવા જવાના માર્ગ ઉપર જુની ગામ પાદરની જગ્યાએ તથા તેની આજુબાજુ કેટલાક લોકોએ ગેરકાયદેસર સરકારી જમીનમાં દબાણ કરી બિનઅધિકૃત મકાનો બનાવી પોતાના મકાન આગળ જ પોતાના  ઢોર-ઢાખરો છુટા રાખી રસ્તા પર દબાણ કરી જાહેર જનતાની સુખાકારી તથા મૂળભૂત અધિકારોને નુકશાન થાય તે રીતે કાયમી દબાણ કરી રહ્યા છે અને જેના કારણે  આજુબાજુના રહીશોને ઘણી પારાવાર મુશ્કેલીઓ પડે છે તેમજ વાહનો લાવવા-લઈ જવામાં તેમજ પગપાળા અવર- જવર કરવામાં ઘણી જ મુશ્કેલી પડે છે અને ઘણી વખત આ છુટા રખડતા ઢોરોના ત્રાસનો ભોગ લોકોને બનવુ પડે છે.

ચોમાસા દરમ્યાન આ ઢોરોના મળમૂત્રના કારણે ખુબ જ ગંદકી થાય છે અને ઉકરડા પણ આજુબાજુમાં કરતા હોવાના કારણે ચોમાસામાં ઘણી જ ગંદકી થવાના કારણે રોગચાળો ફેલાવાનો ભય રહે છે. આ અંગે અગાઉ સ્વાગત ફરીયાદમાં પણ રજૂઆત કરેલ હોય પરંતુ તેનો આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ આવેલ નથી.ત્યારે ઉપરોક્ત સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. વિસ્તારના રહીશોની રજુઆત પગલે કલેકટર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવા માટે હૈયાધારણા આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *