વાવ તાલુકા પંચાયત કચેરીમાં બાંધકામ શિક્ષણ મનરેગા પી.એમવાય પંચાયત એકાઉન્ટ એસ.બી.એમ જેવી દરેક કચેરીઓ અને સ્ટાફ પણ કાર્યરત છે.જે તમામ કચેરીઓ તાલુકા પંચાયતમાં કમ્પાઉન્ડમાં કાર્યરત છે. જોકે વાવ ખાતે અતિ મહત્વની ગણાતી ખેતીવાડી શાખા અને તેના વિસ્ત રણ અધિકારી ગ્રામ સેવક મિત્રો અને સ્ટાફ જનો પોતાની મનસ્વી રીતે છેલ્લા કેટલાય સમય થી આ કચેરીને તાલુકા પંચાયત કચેરી થી એક કિ.મી દૂર પ્રાઇવેટ જગ્યા એ ખસેડાઇ છે. હકીકતમાં તાલુકા પંચાયતમાં ખેતીવાડી શાખાનું મકાન હોવા છતાં તેને ખભાતી તાળા લાગેલા છે.
લોક મુખે થતી ચર્ચા મુજબ આ શાખામાં ટેક્ટર ફુવારા તેમજ બાગાયતી પાકોની સબસીડી તેમજ બીયરણ ખાતર જંતુ નાશક દવાના કિટ્સ નું વિતરણ કરાય છે.પરંતુ આ વિસ્તારના લાભાર્થી ખેડૂતો ને અંધારા માં રાખી વિસ્તરણ અધિકારી ગ્રામ સેવકો ભારે ગેરરીતિ ઓ કરતા હોવાની ભારે બુમરડ ઉઠી છે છેલ્લા પાંચ વર્ષથી લાભાર્થીઓ વિસ્તરણ અધિકારી કે ગ્રામ સેવકો ને ઓળખતા પણ નથી.ત્યારે આ ખેતીવાડી શાખામાં ભારે ચાલતી ગેરરીતિઓની ડી.ડી.ઓ.બ.કાં રૂબરૂ મુલાકાત હાથ ધરી તપાસ કરે અને આ કચેરી ને વાવ તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં કાર્યરત કરાવે તેવી લોક માંગ છે.