ઊંઝા પાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ કે પટેલ દ્રારા ચીફ સેક્રેટરીને રજુઆત; ઊંઝા હાઈવે પર એપીએમસી સર્કલ ઉપરના સ્ટેટ હાઈવે એસએચ 41 નવીન બ્રિજમાં ગાબડું પડતા જવાબદાર કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરવા મુદ્દે ઊંઝા પાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે ચીફ સેક્રેટરી ગુજરાતને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્ટેટ રોડ પ્રોજેક્ટ અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ સ્ટેટ રોડ પ્રોજેક્ટ ઓથોરિટી- રોડ એન્ડ બિલ્ડિંગ (R&B) ડિપાર્ટમેન્ટ માં ચાલતિ લાલિયાવાડી અને ઘેરરીતિ ઓના કારણે અનેકો કામો હાલકી ગુણવત્તા થી થયેલ જોવા મળે છે, જેના કારણે સરકારની છબી ખરડાય છે, પરિણામે રોડ રસ્તામાં પડેલ ખાડા ઓના કારણે અનેકો વાહન ચાલકો ગંભીર અકસ્માતોનો ભોગ બને છે,
ઊંઝા APMC સર્કલ ઉપરના SH-41 ઓવર બ્રિજ પર એકા એક ઝરમર વરસાદમાં આજ રોજ ભ્રષ્ટાચારનું મોટું ગાબડું પડયું છે તેમજ લોખંડની ખીલારી ઓ બહાર નીકળી જાણે કોઈ નિર્દોષ વાહન ચાલકોનો જીવ લેવા આતુર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, માં ઉમિયાની કૃપા થી વર્તમાન સમય સુધી કોઈ વ્યક્તિ આ ઘટનાનો ભોગ નથી બન્યો, જો તંત્ર સત્વરે બ્રિજ ઉપર ભ્રષ્ટાચાર ગાબડુંનું બેરી કેટિંગ કે વાહન વ્યવહાર ડાયવર્ઝન નહીં આપે તો મોટી દુર્ઘટના ઘટી શકે છે જે અંગે જરૂરી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરશો તેમજ સુપરવિઝન,એન્જિનિયર સહિત જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત છે.