સરકાર દ્વારા ખાતર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી વારંવાર ખેડૂતો ધક્કા ખાઈ અને પરત ફરે છે રવિ પાકમાં એરંડા, તમાકુ, કપાસ, ઘઉં, વરીયાળી જેવા પાકોનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોને યુરીયા અને ડીએપી જેવા પાયાના ખાતરો મોટા પ્રમાણમાં જરૂરિયાત ઊભી થાય છે. ત્યારે આ જ સમયે સરકાર દ્વારા ખાતરની અછત ઊભી કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાટણ જિલ્લાની અંદર ખેડૂતો દ્વારા રવિ પાકનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે ત્યારે યુરીયા ખાતર અને ડીએપી ખાતર જેવા પાયાના ખાતરોની પાટણ જિલ્લામાં ખૂબ મોટી અછત ઊભી થઈ છે જેને લઈ ખેડૂતો દ્વારા વારંવાર સહકારી મંડળીઓ તેમજ અલગ અલગ કંપનીના ડેપો ઉપર દિવસેને દિવસે તપાસ કરવી પડે છે.
જ્યારે લાઈનમાં નંબર આવે ત્યારે ખેડૂતને લાંબી લાઈન હોવાના કારણે માત્ર બે કે ત્રણ થેલી જ મળે છે છેલ્લા ચાર-પાંચ મહિનાથી ખાતર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળતું નથી અમુક ખેડૂતોને તો ખાતર મેળવવાનું હજુ ઘણું બધું બાકી છે. ત્યારે પાટણ શહેર કોંગ્રેસ વતી ખેડૂતોને ઝડપમાં ઝડપી ખાતર મળી રહે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.