દૂધમાં લિટરે 3 રૂપિયા, માખણ રૂ.20 તો ઘીના ભાવમાં પણ પ્રતિ લિટર 40 રૂપિયાનો ઘટાડો
અમૂલે ગ્રાહકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીએ તેની 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. 22 તારીખથી અમલમાં આવનારા આ ભાવ ઘટાડા અંતર્ગત માખણના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઘીના ભાવમાં પણ પ્રતি લિટર 40 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
અમૂલ તાજા દૂધમાં લિટરે બે રૂપિયા જ્યારે અમૂલ ગોલ્ડમાં લિટરે ત્રણ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ, અમૂલ બટરના ભાવમાં ચાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આઈસ્ક્રિમના શોખીનો માટે પણ સારા સમાચાર છે. અમૂલે આઈસ્ક્રિમની કિંમતમાં 15 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ભાવ ઘટાડાનો લાભ દેશભરના ગ્રાહકોને મળશે.

