ડીસા રેલ્વે યાર્ડ ખાતે વિવિધ કંપનીઓ દ્વારા 5600 મેટ્રિક ટન ખાતરનો જથ્થો પહોંચાડયો
બનાસકાંઠામાં વધારાનું 5000 મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ કરાવવાનું આયોજન
બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સિઝનના પાકમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂત વર્ગ ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો જેને લઈ બનાસકાંઠા જિલ્લાના ખેતીવાડી વિભાગ તથા ક્રીભકો આઈપીએલ અને જીએસએફસી કંપની દ્વારા 5600 મેટ્રિક ટન યુરિયા ની ફાળવણી કરવામાં આવતા ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે
છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગતી હતી ત્યારે ખેડૂતો માટે ઇફકો કંપનીનું 3000 મેટ્રિક ટન, આઈપીએલ કંપનીનું 2000 મેટ્રિક ટન તથા જીએસએફસી કંપનીનું 600 મેટ્રિક ટન નો માતબર યુરિયા ખાતરનો જથ્થો ડીસા રેલ્વે યાર્ડ ખાતે પહોંચતા આ સમગ્ર જથ્થાનું વિતરણ નાયબ ખેતી નિયામક ખેતીવાડી ખાતા તથા કંપનીના સંકલન દ્વારા દરેક તાલુકામાં સપ્રમાણ વિતરણ કરવામાં આવતા ખાતર ની અછત દુર થશે
ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં ખેડૂતોને યુરિયા ખાતર ની અછત સર્જાતા મુશ્કેલીઓ મુકાઈ જવા પામ્યા છે અને યુરીયા ખાતર લેવા માટે ખેડૂતો ખાતર વિતરણ કેન્દ્રો પર વહેલી સવાર થી લાંબી લાઈનો લાગી જતી હતી તેમ છતાં ખાતર મળતું ન હતું પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ખાતર નો જથ્થો પુરતાં પ્રમાણમાં આવી ગયો છે અને વધારાનું 5000 મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી જિલ્લામાં યુરિયા ખાતાની અછત દૂર થશે
જિલ્લાના ખેડૂતોને જરૂર પડશે તો વધુ પ્રમાણમાં પણ ખાતર મંગાવવામાં આવશે : અધિકારીઓ
બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનના પ્રારંભે યુરિયા ખાતાની અછત સર્જાતી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ અને વિવિધ ખાતરની કંપનીઓ દ્વારા યુરિયા ખાતર મંગાવી તાલુકાઓ મોકલવામાં આવી રહયુ છે. ત્યારે આ બાબતે અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે જિલ્લાના ખેડૂતોને જો વધુ પ્રમાણમાં જરૂર પડશે તો વધુ પ્રમાણમાં જથ્થા મંગાવવામાં આવશે.
યુરિયા ખાતરનો ખોટો સંગ્રહ નહીં કરવા તથા સંતુલિત ખાતર વ્યવસ્થાને અપનાવવા કરાઈ અપીલ
બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી જિલ્લાના ખેડૂત ભાઈઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે, યુરિયા ખાતરનો ખોટો સંગ્રહ કે વધુ પ્રમાણમાં ખરીદી ના કરવામાં આવે કારણ કે વધુ પડતા યુરિયા ખાતરનો ઉપયોગ જમીનના સ્વાસ્થ્ય તથા માનવ સ્વાથ્ય માટે પણ નુકસાનકારક સાબિત થાય છે. યુરિયા સિવાય નાઈટ્રોજન માટેના વિકલ્પ રૂપે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, નાઇટ્રો ફોસ્ફેટ, PROM, NPK, NPK Consortia, વોટર સોલ્યુબલ ખાતર તેમજ NANO Urea જેવા ખાતરો પણ બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂત મિત્રોએ જરૂરીયાત મુજબ જ અધિકૃત વિક્રેતા પાસેથી ખાતર ખરીદીને સંતુલિત ખાતર વ્યવસ્થાને અપનાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી મયુર પટેલ દ્વારા એક અખબારી યાદી થકી અપીલ કરાઈ છે.

