છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી, મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદ નોંધાયો છે. આજે પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે છ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. દક્ષિણ બંગાળ, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને ગુજરાત માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ પડશે. આગામી બે દિવસમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને કારણે આસામ, મેઘાલયમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે એટલે કે 18 જૂને ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશામાં અલગ અલગ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
આજે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને મધ્યપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આ સમય દરમિયાન ૫૦-૭૦ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાશે. ગુરુવારે પણ આ રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

