કુલ ૧૭૦ ઉમેદવારોએ ભાગ લીધો: ૬૬ ઉમેદવારોને સ્થળ પર નોકરીની ઑફર કરાઇ
જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને આઈ.ટી.આઈ લાખણીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અદાણી સોલાર પ્લાન્ટ, મુન્દ્રા સોલાર પ્રાઇવેટ લિમિટેડ કચ્છ વતી નોકરીદાતા હાજર રહ્યા હતા. આ ભરતી મેળામાં કુલ ૧૭૦ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ ૬૬ ઉમેદવારોને સ્થળ ઉપર નોકરીની ઑફર આપવામાં આવી હતી. જિલ્લા રોજગાર અધિકારી એમ.જે.પ્રજાપતિ એ જણાવ્યું હતું કે તાલુકા કક્ષાએ ભરતી મેળા સ્થાનિક યુવાનો માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. આ પ્રકારના ભરતી મેળા સતત ચાલુ રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર તથા આઈ.ટી.આઈ લાખણીના સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

