સીરિયામાં છેલ્લા 11 દિવસથી વિદ્રોહી : રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા

સીરિયામાં છેલ્લા 11 દિવસથી વિદ્રોહી : રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા

સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદને ઉથલાવી દેવામાં આવ્યા છે. વિદ્રોહીઓ દ્વારા સીરિયાની રાજધાની દમાસ્કસ પર કબજો કરવામાં આવતા જ અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત આવ્યો અને તે પણ માત્ર થોડા કલાકોમાં. રાષ્ટ્રપતિ અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા તેમને રાજકીય આશ્રય આપવામાં આવ્યો છે. રશિયન સમાચાર એજન્સીઓના અહેવાલો અનુસાર, સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ તેમના પરિવાર સાથે મોસ્કો પહોંચી ગયા છે અને તેમને આશ્રય આપવામાં આવ્યો છે. આના થોડા કલાકો પહેલા જ વિદ્રોહીઓ રાજધાની દમાસ્કસમાં ઘૂસી ગયા હતા અને અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત આવ્યો હતો.

રશિયન સમાચાર એજન્સી ‘તાસ’ અને ‘આરઆઈએ’ ક્રેમલિન’ના રાષ્ટ્રપતિ કાર્યાલયના એક અનામી સ્ત્રોતને ટાંકીને અહેવાલ આપ્યો છે કે અસદ અને તેના પરિવારને મોસ્કોમાં આશ્રય આપવામાં આવ્યો છે. ક્રેમલિનના એક અજ્ઞાત સ્ત્રોતને ટાંકીને, આરઆઈએ સમાચારે એમ પણ કહ્યું કે રશિયાને સીરિયામાં રશિયન લશ્કરી થાણા અને રાજદ્વારી કચેરીઓની સુરક્ષા અંગે સીરિયન બળવાખોરો પાસેથી બાંયધરી મળી છે. જો કે સમાચારમાં વિગતવાર માહિતી આપવામાં આવી નથી. અસદ રવિવારે વહેલી સવારે સીરિયા છોડી ગયા હતા.

subscriber

Related Articles