વિલિયમ શેકસપિયર એમના નાટક સદા અમર રહેશે

રસમાધુરી
રસમાધુરી

સંસ્કૃતના મહાકવિ કાલિદાસની જેમ અંગ્રેજીના સર્વશ્રેષ્ઠ કવિ અને નાટયકાર વિલિયમ શેકસપિયરના જીવનના વિષયમાં ઘણી ઓછી જાણકારી પ્રાપ્ત છે. કાલિદાસ લગભગ બે હજાર વર્ષ પહેલાં થઈ ગયા. જ્યારે શેકસપિયરને થયે હજુ ચારસો વર્ષ પણ નથી થયા.
શેકસપિયરના પિતા જાેન શેકસપિયર એક કસાઈ હતા. કેટલોક સમય સુધી શેકસપિયરે પણ આ જ કાર્ય કર્યું હતું. જયારે તેઓ કોઈ બકરાને કે વાછરડાને મારવા લાગતા ત્યારે એને પહેલા એક લાંબુ ભાષણ આપતા હતા. એમની અભિનય અને ભાષણની પ્રતિભા પહેલાં આ રૂપમાં પ્રગટ થઈ હતી.

સોળ વર્ષની ઉંમર સુધી પહોંચતાં પહેલાં જ શેકસપિયરે બે યુવતીઓ સાથે પ્રેમ કર્યો હતો. એમાંથી એન વ્હૈટલે ખુબ જ સુંદર હતી અને તે બહુ પસંદ હતી પરંતુ એને હૈથવેની સાથે એનો શારીરિક સંબંધ બંધાઈ ચુકયો હતો. એન હૈથવે એના કરતાં આઠ વરસ મોટી હતી. જ્યારે એને ખબર પડી કે શેકસપિયર એન વ્હૈટલેથી વિવાહ કરવા જઈ રહ્યો છે ત્યારે એણે આડોશ પાડોશના લોકોને એ સચ્ચાઈ બતાવી દીધી કે તે ગર્ભવતી છે અને શેકસપિયરે એની સાથે વિવાહ કરવા જ પડશે. લોકોને એની વાત સાચી જણાઈ. એટલેશેકસપિયરને વિવશ થઈને એની સાથે લગ્ન કરવા પડયા.વિવાહના છ માસ બાદ એમની પ્રથમ પુત્રી સુસન્નાનો જન્મ થયો.

પોતાની આઠ વરસ મોટી પત્નીથી વિવાહ કરીને શેકસપિયર સુખી ન રહી શકયો. તે જીવનભર એ વાત પર રડતો રહ્યો કે પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે વિવાહ ન કરવા જઈએ. ૧૮ વરસની ઉંમરમાં તેણે પોતાનું નગર સ્ટ્રેટફોર્ડ આન એલોનની છોડીને લંડન ચાલ્યો ગયો પરંતુ તે પોતાની પત્નીને સાથે ન લઈ ગયો. વચમાં વરસમાં એકાદ વાર તે પોતાના પરિવારને મળવી ને માટે આવતો જતો હતો. શેકસપિયરને એક પુત્ર પણ હતો જેનું નામ હેમનેટ હતું. અગિયાર વરસની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું હતું. શેકસપિયરની બેપુત્રીઓ સુસન્ના અને જુડીથ હતી. હૈમનેટ અને જુડીથ જાેડવા ભાઈ બેન હતા.

લંડનમાં સ્થાઈ થવાને માટે એને ખુબ જ સંઘર્ષ કરવો પડેલો. શરૂ શરૂમાં તે એક નાટકશાળાની બહાર દર્શકોના ઘોડા સંભાળવાનું કાર્ય કરતો હતો. નાટક શાળા સાથે સંબંધ હોવાના કારણે એમની નાટકકારની પ્રતિભા થનથન કરવા લાગી. એણે એક નાટક લખીને નાટક કંપનીના માલિકને બતાવ્યું. એમણે એ નાટકને પસંદ કર્યું ત્યારબાદ શેકસપિયરનું કામ એ કંપનીને માટે નાટક લખવાનું શરૂ કર્યું.
તે એક વિચિત્ર યુગ હતો. નાટકને એવું સાહીત્ય નહોતું માનવામાં આવતું હતું જે છાપી શકાય અને વાંચી શકાય. માત્ર મનોરંજનનું સાધન હતું જેને અભિનેતા માટે કરી લેતા હતા અને રંગમંચ પર પ્રસ્તુત કરી દેતા હતા.આવી દશામાં નાટયકારનંુ મહત્વ પણ ઘણું જ ઓછું થતું હતું. આજકાલ સીને શોમાં અભિનેતાઓમાં લોકોને જેટલી દીલચશ્પી હોયછે એનો સો મો અંશ પણ એ સમયમાં લોકોને અનેક અમર નાટકોના લેખક શેકસપિયરના વિશે કાંઈ પણ વિચારતા નહોતા.

શેકસપિયરના નાટક ખુબ જ પસંદ કરવામાં આવતા હતા પણ એમાં મોટી શંકાએ હતી કે એમને પસંદ કરવાવાળા લોકોએ વાતને સમજી ચૂકયા હતા કે એમના નાટકો સાહિત્યની અમર નિધિ બનશે.

શેકસપિયરના નાટક પ્રથમ વાર એમના મૃત્યુના સાત વર્ષ બાદ છપાયા હતા.એને એમના બે મિત્રોએ ભેગા થઈને છપાવ્યા હતા.શેકસપિયરના નાટકોના છપાવ્યા બાદ પણ કોઈએ શેકસપિયરને એ યોગ્ય ન સમજ્યો કે એના જીવન ચરિત્રના વિષયમાં થોડીક જાણકારી ભેગી કરી શકાય. એમનું પ્રથમ ચરિત્ર એમના મૃત્યુ બાદ સો વર્ષ પછી પ્રકાશિત થયું હતું. જ્યારે એમના વિષયોમાં તથ્યોની જાણકારી મેળવવી અત્યંત કઠીન ન હતી.

શેકસપિયરને પોતાના નાટક લેખન દ્વારા સારી એવી આવક પ્રાપ્ત થતી હતી.એ સમયે એમની આવક પ્રતિ માહ રૂા.૬૦૦ જેટલી હતી.તેઓ સમજદાર, દુનિયાદાર માનવી તથા વધુ તગડા વ્યાજ પર ઉધાર આપતા હતા.તેમણે બે નાટક કંપનીઓમાં પણ બે ભાગ ખરીદ્યા હતા. કેટલાક વર્ષો બાદ એમણે પોતાના શહેરમાં એક મોટું મકાન અને કેટલીક જમીન પણ ખરીદી હતી.
પોતાની પત્ની તરફી પોતાનો પ્રેમ વ્યકત કરવાને માટે પોતાનું વસીયતનામામાં પત્નીને માત્ર પલંગ સિવાય કાંઈ પણ આપ્યું નહીં.
એ દિવસોમાં કવિતાને જ સાહિત્ય માનવામાં આવતું હતું. આથી સાહિત્યકારના રૂપમાં પોતાની પ્રતિષ્ઠા બનાવવાને માટે શેકસપિયરે બે કવિતાઓ પ્રકાશિત કરાવી જે લોકોને પસંદ પડી હતી.

શેકસપિયર બાવન વર્ષ જીવ્યા મજાની વાત એ છે કે આટલા પ્રતિભાશાળી લેખકના અસ્તિત્વના વિશે જ કેટલાક વિદ્વાનોએ શંકા ઉત્પન્ન કરી હતી. એમનું કહેવું એવું હતું કે, શેકસપિયર નામની વ્યક્તિ થઈ જ નથી. તો પછી આ અમર નાટક કોણે લખ્યા ? એ વિદ્વાનોનું કહેવું છે કે આ નાટક ફ્રાન્સીસ બેકન અથવા ઓકસફર્ડના અર્લના લખેલા છે.

શેકસપિયરની કબરસ્ટ્રેટફોર્ડ આન એવોનમાં આવેલા ચર્ચની વેદીની સામે બનાવેલ છે. આટલા મહત્વપૂર્ણ સ્થાન પર કબર બનાવવાનું કારણ એ નથી કે એ નગરના નિવાસીઓએ શેકસપિયરના નાટકોનું મહત્વ સમજયું હતું અને એને એ સન્માન પ્રદાન કર્યું હતું પરંતુ વાત એમ છે કે શેકસપિયરે નગરની નગર પાલિકાને ઘણા રૂપિયા ઉધાર આપ્યા હતા. જે એણે એ રૂપિયા ઉધાર ન આપ્યા હોત તો એ કહેવું કઠીન હતું કે એની કબર અહીંયા બનત.

એ કહેવું સત્ય નથી કે કોઈનું જીવન લેખક દ્વારા તથ્યોનો સંગ્રહ કરવાની આવશ્યકતા નથી કે શેકસપિયર વિનોદપ્રિય અને પ્રત્યુત્પન્ન મતી હતો. લોકો એમને મળીને વાત કરીને પ્રસન્ન થતા હતા. જેવી રીતે આજે લોકો એના નાટકોને વાંચીને પ્રસન્ન થાય છે.
– કમલેશ કંસારા મુ. અમદાવાદ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.