વિલક્ષણ વ્યક્તિ જે આગ પર ચાલતો હતો

રસમાધુરી
રસમાધુરી

બ્રિટિશ ભારતના કાશ્મીરમાં જન્મેલ એક વ્યક્તિ અત્યંત વિલક્ષણ શારીરિક ક્ષમતાઓ ધરાવતો હતો તે માત્ર ખુલ્લા પગે અંગારો બાંધીને ભીડ ભરેલી સડકો પર સુરક્ષિત મોટર સાયકલ ચલાવી શકતો હતો.
વાત ૧૯૩૮ ની છે. અમેરીકાના પ્રમુખ નગર ન્યુયોર્કના રેડીયો સીટીમાં ર૦ ફુટ લાંબો સાડા ચાર ફુટ પહોળો અને લગભગ ચાર કે સાડા ચાર ફૂટ ઉંડો ખાડો ખોદીને એમાં લાકડા અને કોલસા ભરીને અગ્નિ પ્રગટાવવામાં આવે છે. થોડીવારમાં અગ્નિથી પ્રજ્જવલિત કુંડ તૈયાર કરવામાં આવે છે. થોડીવારમાં જ પેલી વિલક્ષણ વ્યક્તિ ખુદાબક્ષ આ અગ્નિકુંડમાં ખુલ્લા પગે ચાલવાનો હતો. રેડીયો દ્વારા આંખો દેખ્યો અહેવાલ લાઈવ રજુ કરવામાં આવતો હતો.
એ સમયમાં ટેલીવિઝનનુ ંબહુ પ્રચલન નહોતું. વિશેષજ્ઞ ચિકિત્સક પોતાના સામાન સાથે અને એમ્બ્યુલન્સની સાથે ત્યાં હાજર હતો. એની સાથે પ્રેસ ફોટોગ્રાફર્સ, પત્રકાર, આગને કાબુમાં રાખવાના તમામ સાધનો સાથેની ટીમ અને વૈજ્ઞાનિકો ત્યાં હાજર હતા. જ્યારે અગ્નિકુંડમાં ખુદાબક્ષ ઉતરશે ત્યારે એ દ્રશ્યને જાેવાને માટે વિશિષ્ટ દર્શકો પોતાનું યોગ્ય સ્થાન મેળવીને બેઠા હતા. કોઈ અઘટીક ઘટનાની સ્થિતિ ઉભી થાય તો તેના માટે સુરક્ષા દળો પણ તૈયારી સાથે સતર્ક હતા.
બધી જ વ્યવસ્થા બરાબર હતી ત્યારે એક ઠીંગણા અને શરીરે દુબળો, પાતળો યુવક જેણે ખમીસ, પાયજામો પહેરી રાખ્યો હતો. પાયજામાને ઢીંચણ સુધી ઉંચો ચઢાવેલો હતો અને તે ધીમા પગે અગ્નિકુંડ તરફ આગળ વધતો હતો. જાેતજાેતામાં તે વ્યક્તિ ખુલ્લા પગે અગ્નિકુંડમાં આવેલા આગના દરિયામાં ઉતરી ગયો. કેમેરાની કલીકો ખટાખટ થવા માંડી અને એ દ્રશ્ય જાેતાં જ લોકોના શ્વાસ થંભી ગયા. તે ધીરે ધીરે એક ફુટ સુધી અગ્નિકુંડમાં આગળ વધી ગયો અને જાેત જાેતામાં તે ર૦ ફૂટનું અંતર કાપીને બીજા છેડે તે અગ્નિકુંડમાંથી બહાર આવી ગયો.
ચિકિત્સકો, વૈજ્ઞાનિકો અને ચામડીના વિશેષજ્ઞોેએ ખુદાબખ્સને ઘેરી લીધો તેની ચામડીની તપાસ કરવા માંડી. એના શરીર પર અને પગના તળીયે દાઝવાના કોઈ જ ચિન્હો જાેવા ન મળ્યા.ન તો ખુદાબક્ષના હૃદયની ધડકનોમાં પણ કોઈ ફેરફાર જાેવા ન મળ્યો. બધાને આ વ્યક્તિ ખુદાબક્ષ અદભુત લાગતો હતો.
ખ્રિસ્તી સંતોના આ પ્રકારના કારનામા ધર્મગ્રંથોમાં વાંચવા મળે છે. લોકકથાઓમાં પણ આ પ્રકારની વિલક્ષણ ઘટનાઓ જાેવા મળે છે. આજે તે પ્રત્યક્ષ દેવ રહેલ. વિશેષજ્ઞો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. છેવટે ખુદાબક્ષના પગ અગ્નિની જવાળાઓમાં શા માટે દાઝયા નહીં ? જ્યારે અગ્નિની આવી જવાળામાં બે ચાર માંસના ટુકડા મીનીટોમાં સ્વાહા થઈ જાય. છેવટે ૧૪૦૦ ડીગ્રી ફેરનહીટ તાપમાન કાંઈ ઓછું ન કહેવાય.
બ્રિટન અને અમેરીકાની ભીડ ભરેલી સડકો પર ખુદાબક્ષે આંખો પર પટ્ટી બાંધીને અનેકવાર સહી સલામત મોટર સાયકલ ચલાવી છે. એણે આગ પર ચાલવાના અનેક પ્રદર્શનો કરેલા છે

એના કાર્યની જાદુગરોએ પણ અનેકવાર જાણવાની કોશીશો કરી હતી કે કયાંક તે બીજા જાદુગરની મદદ તો નથી લેતો ને ? પરંતુ ખુદાબક્ષનું કહેવું એ હતું કે, તે કોઈ જાદુ જાણતો નથી. જાદુગરો ત્વચા વિશેષજ્ઞો, ચિકિત્સકો, વૈજ્ઞાનિકોએ એના શરીર અને મગજની પુરેપુરી તપાસ કરી હતી પરંતુ તેઓ એવી કોઈ વસ્તુ શોધી ન શકયા કે જે સામાન્ય માનવી કરતાં અલગ હોય.
બ્રિટનના પ્રખ્યાત હૃદય વિભાગના વિશેષજ્ઞ ડાૅ. ફિલીપ્સને એ ખબર પડી કે ખુદાબક્ષ પોતાના હૃદયની ધડકનોને પણ રોકી શકે છે. એટલે એમણે સ્વયં એની પાસે જઈને તપાસ કરવાની તૈયારી કરી. એક દિવસ હૃદયની ધડકનો માપવાના યંત્રની સાથે ડાૅ.ફીલીપ્સે ખુદાબક્ષની તપાસ કરી. જ્યારે ખુદાબક્ષને હૃદયની ધડકનોને રોકવાને માટે કહ્યું ત્યારે તેણે ધડકન રોકી દીધી. એક મીનીટથી વધુ સમય સુધી ખુદાબક્ષ એક શબની જેમ પડી રહ્યો.
ડાૅ.ફિલીપ્સને તો પરસેવો છુટી ગયો. યંત્ર અને અન્ય તપાસથી એ ખબર પડી ગઈ હતી કે ખુદાબક્ષ મરી ચુકયો હતો.
થોડીવાર પછી ખુદાબક્ષ પુનઃ જીવીત થઈ ઉઠયો. ખુદાબક્ષની સામે વિજ્ઞાન પણ હારતું નજર આવી રહ્યું હતું. મૃત્યુપર્યંત એ ખબર ન પડી કે ખુદાબક્ષના શરીરમાં એવી કઈ ખાસીયત હતી કે તે હેરત અંગે જ કારનામા કરી શકવાના સક્ષમ હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.