વિચિત્ર સાયકલોનો

રસમાધુરી
રસમાધુરી

સાયકલોનો ઈતિહાસ સાંભળવા બેસીએ તો જરૂર કંટાળો આવે, પરંતુ પહેલવહેલી સાયકલોનું વર્ણન ખાસ્સું રસપ્રદ છે.
ઈ.સ. ૧૮૧૮માં ર્વાન સોવરબ્રો નામના ફ્રેન્ચ ખેડુતે સૌપ્રથમ સાયકલ તૈયાર કરી, જેને પેડલ જ ન હતા. ખેતરે જવા માટે સોવરબ્રોને રોજ લાંબું અંતર કાપવું પડતું હતું. ઘોડો તેને પોસાતો ન હતો. એટલે તેણે લાકડાંના બે પૈડાંને દાંતા વડે જાેડી દીધા. વચ્ચે સીટ ગોઠવી. અને ઘોડેસવારની જેમ જ સીટ પર બેસીને તે ઘર અને ખેતર વચ્ચે આવ જા કરવા લાગ્યો. આ સાયકલ ‘હોબી હોર્સ’ ના નામે જાણીતી બની. પેડલ વડે પૈડાંને શી રીતે ફરતાં કરી શકાય તે સોવર બ્રો જાણતો ન હતો, પરિણામે સાયકલને આગળ ધકેલવાને માટે જમીન પર તેણે વારાફરતી બન્ને પગ ટેકવીને ઘકકા મારવા પડતા હતા. આને સાયકલને માટે ના જ કહેવાય પણ બસ્સો વર્ષ પહેલાં તે બહુ મોટી શોધ ગણાતી હતી. ઈગ્લેંડમાં પણ આ ‘હોબી હોર્સ’નો લોકોને ચસકો લાગ્યો પણ ભાવ વધુ હોવાથી માત્ર પૈસાદારો જ ખરીદી શકતા હતા.
ઈ.સ. ૧૮૩૯ માં સ્કોટલેન્ડના કર્કપેટ્રિક મેકમિલન નામના એક લુહારે પહેલીવાર સાયકલને પેડલ વડે સજજ કરી. સ્કોટલેન્ડમાં બારેમાસ વરસાદ પડતો હોવાથી ‘હોબી હોર્સ’ પર સવારી કરતા પગ બગડતા હતા. ધણી મહેનત બાદ મેકમિલન પેડલવાળી સાયકલ બનાવવામાં સફળ થયો. જાે કે તે સાયકલ આજની સાયકલ કરતાં સાવ કઢંગી હતી. મેકમિલને આગળના પૈડા નજીક બે લાંબા અને લટકતાં પેડલ બનાવ્યા. પેડલના સાથે જાેડાયેલ લાકડી પાછળના મોટા પૈડાના સ્ર્પાક સાથે જાેડાયેલ હતી. એટલે જયારે પેડલને આગળ પાછળ કરીએ તરત પૈડું ફરતું. આમ સળંગ પેડલ મારવાનું લોકોને ન ફાવ્યું.
ઈ.સ. ૧૮૬૧માં પીયર મિચો નામના એક ફ્રેંચ મિકેનિકે વળી અલગ પ્રકારની સાયકલ તૈયાર કરી. તેણે પાછળનું નહિ, પણ આગળનું પૈડું મોટું રાખ્યું, એનું કારણ એ હતું કે તેણે મોટા પૈડાં સાથે પેડલ ફીટ કરેલું અને જયારે મોટું પૈડું એક આંટો પુરો કરે ત્યારે પેડલ એક આંટો પુરો કરે. માટે જેમ પૈડું મોટું તેમ દરેક પેડલે સાયકલ વધુ આગળ ચાલે. વળી આવી સાયકલ જાેઈને અન્ય તુકકાબાજાેને આગળનું પૈડું હજી મોટું બનાવવું હતું જેથી હજી વધુ અંતર કાપે!
ઈ.સ. ૧૮૭૧માં જેમ્સ સ્ટાર્લી નામના એક અંગ્રેજ શોધકે નવો જ તુકકો લડાવીને એક તોસ્તાન સાયકલ તૈયાર કરી. તેણે આગળનું પૈડું મોટું પાંચ ફુટના વ્યાસવાળું બનાવ્યું. પૈડાંની ધરી સાથે પેડલ જાેડયું અને સીટ છેક ઉપર ગોઠવી. પાછળનું નાનું પૈડું માંડ બે ફુટના વ્યાસવાળું ગોઠવ્યું. આ સાયકલ દરેક પેડલે વધુ અંતર કાપતી હતી. એટલે યુરોપના લોકોને પ્રથમવાર સ્પીડમાં પ્રવાસ કરવાનો આનંદ ઉઠાવવા લાગ્યા. લોકો ઉંચી સીટ પર બેસીને સાયકલ ચલાવવાનો આનંદ લેવા માંડયા. પરંતુ આ સાયકલ સલામત નહોતી.
ઈ.સ. ૧૮૮૬માં જેમ્સ સ્ટાર્લીને મનમાં થયું કે તેની સાયકલ સલામત નથી ઉંચી સીટ પર બેઠા બાદ જાે સાયકલ પરથી સવાર પડે તો તેના હાડકાં ભાંગી જાય. એટલે એણે વળી પાછું એક સાયકલનું જુદુ મોડલ બનાવ્યું.
એટલે એણે આગળનું પૈડું નાનું કર્યુ અને પાછળનું એનાથી સહેજ મોટું કર્યુ. પરંતુ માફક ન આવતા બંને પૈડા કખમાં સરખા બનાવ્યા. હવે સાયકલ પરથી ગબડી પડવાનું જાેખમ નહોતું. હવે સાયકલ એકદમ સલામત હતી. માટે જેમ્સ સ્ટાર્લીએ તેને ‘સેફટી રોવર’ એવું નામ આપ્યું. આ શોધકે તે સમયે ધણી મોટી શોધ કરી હોવાનું મનાય છે કેમ કે આજે વપરાય છે એવા પેડલ, ચેઈન અને હેન્ડલવાળી સર્વેપ્રથમ સાયકલ હતી. પેડલ બરોબર વચમાં હતું. ચેઈન વીટેલા દાતાના ચક્રને તે ફેરવતું હતું. આ મોટું ચક્ર ત્યારબાદ પાછલા વ્હીલમાં નાના ચક્રને ધુમાવતું હતું. પેડલનું મોટું ચક્ર જાે ૧ આંટો ફરે તો પાછળનું ચક્ર (નાનું) ચારેક આંટા ફરતું હતું. આમ ઓછી મહેનતે વધુ ઝડપે સાયકલિંગ કરવાનું શકય બન્યું હતું.
૧૮૮૬માં જેમ્સ સ્ટેનલીની ‘સેફટી રોવર’ આવ્યા બાદ અનેક ફેરફારો અને જુદાજુદા મોડલોની સાયકલો બજારમાં આવતી ગઈ. આજે તો અમુક સાયકલોમાં ગિયર્સ પણ વપરાય છે.
વળી બ્રેક, ચેઈન, બોલ બેરિંગ, હેન્ડલ વગેરે ઉમદા કવોલિટીના વાપરવામાં આવે છે. આજે બજારમાં વેચાતી સાયકલોનો મુળભુત આકાર સરખો છે. રચનાની દ્રષ્ટિએ વિજ્ઞાન અને ટેકનોલોજીનાં સંશોધકો છેલ્લા સો વરસોમાં સાયકલના મુળભુત આકારને બદલી શકયા નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.