માનવ શરીર વધુમાં વધુ કેટલા વોલ્ટનો વિજળીનો આંચકો સહન કરી શકે ?
મહત્વ વધુ વોલ્ટેજનું નહીં પરંતુ વીજળીના કરન્ટનું છે.વીજળીનો કરન્ટ હંમેશા એમ્પિયરમાં મપાય છે.સાધારણ રીતે ૧ મીલી એપ્પીયરનો કરન્ટ શરીરમાં ઝણઝણાટીઓ પેદા કરે છે.(મીલી એમ્પિયર-એમ્પિયરનો ૧૦૦૦ મો ભાગ) શરીરમાં ર૦૦ મીલીએમ્પિયરનો કરન્ટ એકધારો દાખલ થયા કરે તો વ્યક્તિ થોડીવારમાં મૃત્યુ પામે છે.
આશરે ૩૦૦ ગ્રામના હૃદયને ધબકતું રાખવાને માટે મગજ પ્રત્યેક મિનિટે જે વીજળીક સિગ્નલો મોકલે છે તે બાહ્ય કરન્ટના લીધે સીસ્ટમ ખોરવાય છે.મગજ પેસમેકરના લયબદ્ધ સંકેતો હૃદયને ન મળે એટલે તેમાં લોહીનો ભરાવો થાય છે. રૂધિરાભિસરણ દ્વારા જયારે મગજને ઓક્સિજનયુકત લોહી ન મળતા જાેતજાેતામાં બધી જ જીવનક્રિયા ધીરે ધીરે બંધ પડે છે.વીજળીનો શોક જીવલેણ સાબિત થાય કે ન થાય તેનો ખાસ્સો આધાર શરીરની અવરોધકતા પર રહે છે.અવરોધકતા ઓહમ્સમાં મપાય છે.
માણસની સુકી ત્વચાનું રેઝીસ્ટન્સ ૧,૦૦,૦૦૦ ઓહમ્સ હોય છે.જયારે ભીની ત્વચાનું ૧,૦૦૦ ઓહમ્સ હોય છે.ભીનાશને લીધે જાનનો ખતરો ૧૦૦ ગણો વધી જાય છે.એમ્પિયરના બદલે વોલ્ટેજમાં જાેવા બેસીએ તો બિલકુલ સુકી ત્વચા વખતે પ્રાણઘાતક દબાણ ર૦,૦૦૦ વોલ્ટેજનું અને ભીની ત્વચાના કેસમાં તે માત્ર ર૦૦ વોલ્ટ હોય છે.વિજ્ઞાનીઓના મતે વીજળીનું આટલું દબાણ એ માનવ શરીરની સહનશક્તિ માટે આખરી મર્યાદા નથી, પરંતુ જાે પુખ્તવયના સશકત માણસનું હૃદય જાે ૪૦૦ ગ્રામનું હોય છે અને શરીરની ત્વચા બિલકુલ સુકી હોય તો એ ર૭,૦૦૦ વોલ્ટનો આંચકો પણ વેઠી લે છે.
આ એક સૈદ્ધાંતિક મર્યાદા છે જે સરેરાશ બાંધાની વ્યક્તિને લાગુ પડતો નથી.મૃત્યુને હાથતાળી આપી આવો જ અનભુવ અમેરીકન ફોરેસ્ટ ઓફિસર રોય સુલીવાનાને હતો.કારણ કે ૧૯૪ર-૧૯૭૭ દરમ્યાન તેમણે કુલ ચાર વાર આકાશી વીજળીનો પ્રહાર વેઠયો અને દર વખતે સલામત રહ્યો હતો.ર૦,૦૦૦ હજાર વોલ્ટને જાણ્યા પછી જાે કે તેનું પારખુ કરવા જેવું નથી. આકાશી વીજળી તો ઠીક ઘરની વીજળી પણ માનવ માટે ખતરનાક હોય છે.
કમલેશ કંસારા