ગોળ નાખો એટલું
બારોટ ભૈ.. એવું જ હોય એની અતિશય ઉંઘથી એટલો ત્રાસ કરી ગયો છું કે હું જાતે જ…
સાબરમતીમાં જય હો કરી જાઉં.. મેં મામલો ગંભીર હતો ને મીઠી મજાક કરી..
અરે ઓ.. સાબરમતીમાં ઝંપલાવવાનો સમય આવ્યો નથી છુટાછેડાનો સમય આવી ગયો લાગે છે.. પણ એણે તો તમેય મારી જેમ ઊંઘી જાવ ઓફિસમાં…
ખેર.. જેમ ગોળ ઝાઝો નાખવાથી દાળ, કઢી સ્વાદિષ્ટ બને એ ખરૂં પણ ચામાં ગોળ નાખવાથી ચા સરસ ન થાય એક સમય હતો ચામાં ગોળ નાખવામાં આવતો હતો. આજે ગોળનું સ્થાન ખાંડે લઈ લીધું છે પણ ચામાં ઝાઝી ખાંડ નાખવામાં આવતી નથી.
ગોળ નાખો એટલું ગળ્યું થાય.. એ વિખ્યાત કહેવત પરથી લેખકને ન જાણે કેટકેટલા સંબંધો હાથ લાગી રહ્યા છે..જરા જુઓ.. જેટલા પેંડલ વધારે મારો એટલી સાયકલ ઝડપથી ફરે.. એક પેંડલ મારો અને સાઈકલ ઝાઝે દુર જાય એ બને નહી. સાયકલની ગતી તેજ કરવા બરાબરના પેડલ મારવા પડે. માઉન્ટ આબુના ગોળા જેવું પેટ જાે હોય કે મમરાના કોથળા જેવી કાયાને ઓછી કરવા બરાબરની કસરત કરવી પડે, શિયાળો ધડાધડ ઓછો થઈ રહ્યો છે અને સવારના પહોરમાં ગોદડું ઓઢીને પડી રહેવાથી ના શરીર ઉતરે કે ના ફાંદ ઓછી થાય છે એ માટે ગોળ નાખો એટલું ગળ્યું થાય ની જેમ કસરત કરવી પડે. બે ડગલાં કંઈક ચાલ્યો અને ઓ બાપ ર. મરી ગયો.. નામની ચીસ પાડવાથી ના માઉન્ટ આબુનો ગોળો ઓછો થાય કે ના મમરાનો કોથળો..
શિયાળો ઉતરવાની તૈયારીમાં છે શિવ શિવ કરતી ઠંડી ટાઢ મહાશિવરાત્રીના પાવન દિવસે કુવામાં પડયાનું યાદ નથી ઘૈડા કહેતા હતા..ને સાંભળ્યું છે શિવ શિવ કરતી ટાઢ કુવામાં પડે અને સ્વેટર શાલ કે મોજા મફલરને કુવામાં ધબાધબ નાખવાના નથી. દરેક ઘરવાળી, પત્ની એ બધો ઠંડીનો સરંજામ, પુરવઠો, ડામરની ગોળીઓ મુકી એના માળીયે મુકામે પહોંચી જશે. છાપાં જેમ પસ્તી પ્રમાણે થાય એટલે એને વેચી મારવાની પ્રથા છે એમ ઠંડી જતાં આ સરંજામ કોઈ વેચતું નથી. દરેક શહેરમાં કપડાં જૂનાંને બદલે વાસણો આપનારીઓનો વ્યવસાય ચાલે છે.એમાં શિયાળો ગયે કોઈ વેચી દેતું નથી..
હવે પરીક્ષાની મોસમ ડોકાઈ રહી છે વિદ્યાર્થીઓને.. એ પછી નાના હોય કે મોટા એમને મોબાઈલનું વળગણ રહેવું લાગી ગયું છે કે ભૈ વાત જ ન પૂછો. ગોળ નાખો તેમ ગળ્યું વધારે બને એમ પરીક્ષા ટાણે વધુ વાંચો તો ટકાવારી વધવાના ચાન્સ વધી જાય છે પણ માર્ગમાં રહેલો મોબાઈલ વિદ્યાર્થીઓનો જાનીદોસ્ત, વાલીઓનો જાની દુશ્મન બને છે. પરીક્ષામાં… પરીક્ષાનું જે થવું હોય એ થાય પણ મોબાઈલ ના છૂટવો જાેઈએ.મીરાંબાઈનું એક ભક્તિ પર્વ હતું. શ્યામળો ઘરેણું મારે સાચું રે.. એમ મોબાઈલ ઘરેણું મારે સાચું છે. આજકાલ વિદ્યાર્થીઓ પાસે હલકા મૂલ્યવાળા કોઈ મોબાઈલ જાેવા મળતા નથી. કેટલાક વિદ્યાર્થીઓના મોબાઈલ તો એટલા મોંઘા હોય છે કે ઘૈડાઓને એની સુઝ પણ ન પડે.
એક સમયે ગોળનું વર્ચસ્વ હતું કંઈક બોલબાલા હતી પણ એનું સ્થાન ખાંડે લઈ લીધું છે.. મોટા ભાગની ગળી વસ્તુઓમાં ખાંડની પક્કડ આવી ગઈ છે એ જમાનો હતો જયારે કોઈકના લગ્નપ્રસંગે ગોળ આમલીની દાળ કે બટાકાના મોટા પીતાવાળું શાક મળતું.. આહા.હા..હા.. બસ ખાધા જ કરીએ..
દાળના સબડકા બોલાવતા રહીએ.. આજે પી જવાની ઘણાને મજા આવે છે.. એમ દાળ એ સમયની પીવાની મજા આવતી.. ગોળમાંથી ખાંડ બની અને એ નારી જાતિમાં ખાંડ કેવી થઈ અને ગોળ બદલાયો નહીં એટલે પુર્લીંગ ગોળ કેવો રહ્યો ?
લેખક અવળા હાથ વાળાની ગાડી કાયમ દિલ્હીથી દોલતાબાદ જતી રહે છે.
ગોળ નાખો એટલું ગળ્યું થાય લેખમાં ન જાણે કયાં દિલ્લી અને કયાં તે દોલતાબાદ પહોંચી ગઈ છે ? ગોળનાં દડબાં ખાવાની મજા આવે છે. ખાંડ ઘડી ઘડી ફકાતી નથી તેમ છતાંય તમારે ફાકવી હો તો ફાકી જુઓ.. જુવો પછી…