ગોળ નાખો એટલંુ..

રસમાધુરી
રસમાધુરી

ગુજરાતી કહેવત છે ગોળ જેટલો નાખો એટલું ગળ્યું થાય એમ કહીને ગોળને મહત્વ આપવામાં આવે છે પણ કયાંય કહેવાતું નથી ખાંડ નાખો એટલું ગળ્યું થાય. લોકોને ગોળ બાબતે ચીડ હોવાની ખબર નથી પણ ખાંડને મામલે ચીડ છે ચા કમ શક્કર.. ખાંડવાળી પસંદ કરે છે અરે મોળી પસંદ કરે છે.જાે પત્નીએ રીસમાં આવી જઈને દાળમાં…શાક કે ચામાં ખાંડ બરાબરની ધબકાવી હોય તો મિસ્ટર એન્ડ મિસીસ ર૦ર૦ વચ્ચે ટવેન્ટી ટવેન્ટી રમાઈ જાય. એમાં મિસિસ જીતી જાય.તમારે ખાવું હોય, પીવું હોય તો ગળ્યું જ.ગોળને ય અનુકુળ કરવું પડશે નહીં તો મળીશું અદાલતમાં.. જાેકે અત્યાર સુધી જજની પાસે ગળ્યું ખાવાના મામલે છુટાછેડાના કેસ નથી આવ્યો. ભલેને દેશમાં ડાયાબીટીસ ચારેકોર ધમાધમ મચાવતો હોય.. નવાઈની વાત તો એવી છે કે હાઈ પર્સન્ટેઝ ડાયાબીટીસ ધરાવતા હોવા છતાં મીઠાઈ ઝપટનારા.. ધાબડનારા.. મહાશયો.. મુરબ્બીઓ.. ઓછા નથી. એ તો કહે જ છે કે મોત આતી હૈ તો આયેગી.. એક દિન.. બાકી મીઠાઈ તો ખાકે રહેગેં..’
ખેર.. ગોળ નાખો એટલું ગળ્યું થાય એ નામની કહેવત રચનારે બીજી બાબતો પર શા માટે જાેયું નથી એની ખબર નથી. બાકી નોંધવા માંડો મીઠું નાખો એટલું ખારૂં થાય અને મરચું નાખો એટલું તીખું થાય. હળદર નાખો એટલું પીળુ થાય પણ ઘી ગમે તેટલું નાખો પણ ચીકણું થવાનું કોઈના મોઢે સાંભળ્યું નથી. તેલની વાત અલગ છે.. ચામાં ચા વધારે નાખો તો ચા કડક થાય એવું પણ સાંભળ્યું છે.
એક સ્ત્રી કરકસરના ભાગ રૂપે ચામાં બે ચમચીના સ્થાને એક ચમચી જ ચા નાખતી હતી. ફળ સ્વરૂપ ચા જરૂરી રંગ વિનાની બનતી હતી. તેથી પતિએ પત્નીને પુછપરછ કરી ને પછી માથાકૂટ મંડાણી.. મામલો અદાલતમાં ગયો. જજ સાહેબ નવાઈમાં પડી ગયા.આવી બાબતે પણ કેસ અને છૂટાછેડા ?શું માંડયું છે આ બધું ?
ગોળ નાખે એમ ગળ્યું થાય એમ ઘાસલેટ.. કેરોસીન વધુ નાખો એમ કાકડો ભડકો વધુ થાય. આજકાલ નાની નાની વાતે આત્મવિલોપન કરનારા વધી પડયા છે. એય કલેકટર કચેરી, પોલીસ કમિશ્નરની કચેરી આગળ ત્યારે એને બચાવી લેવાના પ્રયાસો થયા છે પણ કોઈ કમિશ્નર સાહેબે કલેકટર સાહેબે નિવેદન આપ્યું નથી.. બાટલી એક ઘાસલેટમાં શું ધુળ ભડકો થવાનો છે ? ડોલ કે કેરબો ભરીને આવવું હતું ભડકાની ખરી જાણ થાત પણ…
પણ..ખામોશ અલ્યા ઓ અવળા હાથના લેખક લોકોને મારવા બેઠો છે..ડોલ, કેરોસીન, ઘાસલેટ કયાંથી લાવવાનો હતો જ્યાં એકાદ બાટલીય મળતું નથી ત્યાં આજ કાલ ઘણી વસ્તુઓ મળતી નથી એમાં કેરોસીનનો પણ નંબર છે. બાકી ગોળને જેમ વધારે નાખો એમ ગળ્યું વધારે થાય એ રીતે કેરોસીન વધારે નાખો એમ આગ વધુ લાગે.. આગ લગાડવા એક ટીપું કાફી નથી હા પેટ્રોલના ટીપાની વાત અલગ છે.
ગોળની બાબતને છોડો કયાંક કેટલીક બાબતો સમજાતી નથી. ઝાઝું બોલવાથી જીભ સારી થતી નથી કે ઘસાઈ જતી નથી.ઝાઝું બોલનારને લવારીયો કહેવાતું હશે સામે છેડે વર્ષોના વહાણાં વાયાં.. કોઈએ ડૉકટરને જઈ ફરીયાદ કરી નથી કે સાહેબ મારી જીભ ઘસાઈ ગઈ છે,
કોઈ દવા સારી આપો. એમ જ શુંકામ કોઈ પતિએ અદાલતમાં છૂટાછેડા માગ્યા નથી કે જજસાહેબ ઘરવાળીની જીભ બહુ ચાલે છે. મને અબઘડી છૂટાછેડા મળે એવું કંઈક કરો. સામે છેડે જજ સાહેબે પણ જણાવ્યું નથી કે બોલતાં બૈરાં મહિલાઓ બહુ સારી એક જાતની એ જાગૃતિ છે..ખેર…
હા..ખેર… અદાલતમાં ગમે તે મામલે છુટાછેડાની અરજી.. કેસ આવી શકે છે.
બોલવા બોલવાનું તો સમજ્યા મારા ભૈ… એક જણાએ તો મારી પાસે સલાહ માગી હતી. ઘરવાળી ખુબ જ ઊંઘે છે.. એટલે…
એટલે શું ? એ સવાલ કરેલો.અરે યાર.. શું વાત કરૂં એની તે ઉંઘવાની ટેવ કુટેવની.. કપડાં ધોઈને આવે તો દસ મીનીટ સુઈ જાય.. રસોઈ કર્યા પછી સાત મીનીટ સુઈ જાય.. વાસણ સાફ કર્યા પછી એકાદ કલાક ઝોકું લઈ લે..
ના હોય..
બોલો શું કહો છો ભૈ…..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.