ગંગાના પ્રવાહમાં કુદી પડી માજદા

રસમાધુરી
રસમાધુરી

આપણા દેશનું ઉત્તરાખંડ રાજય હરીદ્વાર-ઋષિકેશ અને કેદારેશ્વર જેવાં યાત્રાધામોને લીધે ખુબ જ જાણીતું છે.હિમાલયનો પહાડી વિસ્તાર અને ગાઢ જંગલનું પ્રાકૃતિક સૌંદર્ય મનમોહક છે. ગંગા કીનારે અનેક નાનાં નાનાં ગામો અને નગરો વસેલાં છે. તેવાં જ હરિદ્વાર જિલ્લાના જવાલાપુર ગામની આ વાત છે.
જવાલાપુર ગામમાં એક મુસ્લિમ પરિવાર રહેતો હતો. તેમાં માજદા નામે ચૌદ પંદર વર્ષની એક બાળકી હતી. ઘરમાં સૌ તેને બબલી કહીને બોલાવતાં હતાં. તેના પિતા શાદીહુસેન બંગડી વેચવાનો ધંધો કરતા હતા અને માતા દોરડાં બનાવતી.તે નવ ભાઈ બહેન હતા. બધાં મળી આખો દિવસ માને તેના કામમાં મદદ કરતા ત્યારે માંડ કુટુંબનું ભરણપોષણ થતું. આવી સ્થિતિમાં માજદા માટે ભણવાનું મુશ્કેલ હતું. કેમ કે સવારથી જ તે ઘરકામમાં માને મદદ કરાવવા માંગતી હતી. એમને એમ બપોર થઈ જતા.
૩૦ જુન, ર૦૦૪ ના દિવસની આ વાત છે. તે દિવસે માજદા વાસણ માંજીને પરવારી ત્યાં તેની માએ કહ્યું, ‘બબલી બેટા ઘરમાં મેલાં કપડાં ઘણાં ભેગાં થયાં છે ધોવાં જવાં પડશે..’
હા, મમ્મી.. હું હમણાં જ જાઉં છું.. એમ કહી માજદાએ ઘરમાં મેલાં કપડાંનું પોટલું વાળ્યું.. સાબુ અને ધોકો લઈને કપડાનું પોટલું માથે મુકી નદીની તરફ ચાલી નીકળી.
જુન મહીનો પુરો થવા આવ્યો છતાં હજુ વરસાદ ચાલુ થયો ન હતો. વાતાવરણમાં ખુબ જ બાફ હતો. ગરમી પણ લાગતી હતી પણ ગામમાંથી બહાર નીકળી માજદા ગંગા કીનારે આવી ત્યારે ત્યાં ઠંડા પવનનો તેને અનુભવ થયો. હિમાલયનો બરફ પીગળવાથી ગંગા નદીનું પાણીનું સ્તર પણ વધ્યું હતું.પ્રવાહ પણ તેજ હતો. માજદાની સાથે કપડાં ભરેલી એક ડોલ ઉંચકીને તેનો ભાઈ પણ આવ્યો હતો. માજદા કીનારે બેસી કપડાં ધોવા લાગી તેનો ભાઈ બીજા છોકરાઓ સાથે રમતો હતો.
માજદા જ્યાં કપડાં ધોતી હતી તેની બિલકુલ સામે ત્રણથી છ વર્ષની ઉંમરના છ સાત બાળકો રમતાં હતાં. તેમની નજીકમાં રેતીની ટેકરીના ઢોળાવ પર શાકભાજી વેચવાવાળાની એક ખાલી રેંકડી પડી હતી. છોકરાઓ વારંવાર તેના ઉપર ચડ ઉતર કરતા હતા. તેવામાં રેત ખસતાં રેકડી છોકરાઓ સહિત ઢાળ પર ચાલવા લાગી. માજદા દુરથી આ દ્રશ્ય જાેતી હતી. રેકડી આમ અચાનક ચાલવા લાગતાં છોકરાં ગભરાયાં અને બુમાબુમ કરવા લાગ્યા. તે જાેઈને આજુબાજુથી કેટલાક લોકો ભાગીને આવ્યા. માજદા પણ કપડાં ધોવાનું પડતું મુકીને દોડી પણ એ પહેલાં બાળકો પાણીમાં પડયા અને પાણીના ઝડપી પ્રવાહમાં તણાવા લાગ્યા. માજદાને એક પળ તો એમ થયું કે મદદ માટે બુમો પાડું જેથી લોકો આવે. કેમ કે નાનકડી માજદા નદીના તેજ પ્રવાહને જાેઈને ડરી ગઈ હતી. જાેકે ત્યાં આવીને ઉભેલા ઘણા લોકોને તરતાં આવડતું હતું પણ માઝદાએ જાેયું કે બધા ચુપચાપ ઉભા તમાશો જાેતા હતા.
માજદાએ વિચાર કર્યો કે આવી સ્થિતિમાં જાે હું એક પળનો પણ વિલંબ કરીશ તો બાળકોના જીવ જતા રહેશે. તે તરત ગંગાના તેજ પ્રવાહમાં કુદી પડી અને બે બાળકોને કીનારે લાવી લોકોને સોંપ્યા. પછી બીજાં બાળકોને બચાવવા ફરી નદીમાં કુદી પડી અને તરતાં તરતાં બીજા બે બાળકોને પકડીને કીનારે ખેંચી લાવી. આ દરમિયાન બાકીનાં બાળકો પાણીના પ્રવાહમાં આગળ નીકળી ગયાં. પણ માજદા હિંમત હારી નહીં તે તેમને બચાવવા આગળ વધી. ત્યાં સુધીમાં તેનો ભાઈ પણ આવી ગયો હતો. માજદામાં કોણ જાણે કયાંથી જુસ્સો અને જાેમ આવી ગયું હતું તેણે નિશ્ચય કરી લીધો કે મારા જીવતે જીવ હું કોઈ બાળકોને ડુબીને મરવા નહીં દઉં.. તે ફરી નદીમાં કુદી પડી અને ભાઈની મદદથી બાકીના બાળકોને પણ કાઢીને કીનારે લઈ આવી.
ગામમાં આ વાત વાયુવેગે પ્રસરતા લોકો માજદાના ખુબ વખાણ કરવા લાગ્યા. માજદાને તો ખબર પણ નહોતી કે તેને તેના આવા કામ બદલ ‘રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર’ મળશે પણ જ્યારે તેને ખબર પડી કે, દિલ્હીના વડાપ્રધાનના હસ્તે તેને પુરસ્કાર મળવાનો છે. તો તેની ખુશીનો પાર ન રહ્યો. તેને બાપુ ગયાધાની રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર મળ્યો.
માજદાના કુંટુંબની પરીસ્થિતિ એવી નહોતી કે તે ભણી શકે. પણ જાે મોકો મળે તો તેને ભણવાની ખુબ જ ઈચ્છા છે. તે પોતે ભણીને બીજાઓને ભણાવવા માગે છે. તેને જ્યારે કોઈએ કહ્યું કે, તારી ઉંમરના બીજા બાળકોને તું જે કહેવા માગતી હોય તે લખીને આપ.. ત્યારે માજદાને ખુબ અફસોસ થયો. પોતે અભણ હોવાથી લખી શકી નહીં પણ તેની દિલની ઈચ્છા છે કે તેની જેમ કોઈ અભણ રહેવું જાેઈએ નહીં જે રીતે તેણે હિંમત બતાવી તેવી જ હિંમત અને બહાદુરી બાળકોએ બતાવવી જાેઈએ અને કોઈના પણ સુખદુઃખમાં કામ આવવું જાેઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.