કોરોનાનો કોહરામ કયારે વિદાય લેશે ??

રસમાધુરી
રસમાધુરી

અમારા અમથા કાકા પોળના ઓટલે બેઠા હતા. તેમની જમાતમાં બીજા પણ બે ત્રણ વયસ્કો બેઠા હતા. એટલામાં રામાનંદી રાજુભાઈ ત્યાં આવ્યા. રામાનંદી એટલે શ્રીરામ સંપ્રદાયના વિશેષ અનુભવી અને જ્ઞાની હતા. કાકાએ તેમને અચાનક એક સવાલ કર્યો. મહારાજ આ કોરોનાનો કોહરામ કયારે વિદાય લેશે ?
માથું ખંજવાળતા પેલા રામાનંદીએ જવાબ આપ્યો. કાકા આ કોરોના આપણા દેશમાં ઘી-કેળા જેવો ધીકતો વ્યવસાય છે. તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો માંથી લગભગ પચાસ ટકા કરતાં વધારે દર્દીઓ ખાનગી હોસ્પિટલોનો આશરો લઈ, કોઈક સાજા થાય તો કોઈક મરણ પથારીવશ થઈ વિદાય લેછે … આ કોરોનાનો કોહરામ એટલે પટાવાળા થી લઈ ને પ્રધાનસુધી દરેક ને સેવા આપતી મહામારી છે જે મધમાખી મધપૂડામાં જાય છે તેને મધનો સ્વાદ અવશ્ય ચાખવા મળે છે.
કાકા ઉવાચઃ હા બાપુ તમારી વાત સાચી છે. આ એક ઊલટ-સૂલટ આંકડાવાળી માયાજાળનો મોટો ધંધો છે. રિક્વરી રેટના નામે ઘણું ચાલે છે. રાજકોટના એક નિર્દોષ મરાઠી દર્દીની છાતી ઉપર ચારમણ વજનવાળો તબીબ ચઢી જાય, વોરીયર્સ તેને લાફાપટી કરે અને ચોકીદાર માથા ઉપર દંડ મારે એવી હાલતમાં કમોતે મરનાર દર્દીને કોરોનાથી મૃત્યુ થયું એવા બોગસ સમાચાર જાહેર કરવામાં આવ્યા. પોલિસ એન્કાઉન્ટરમાં કસ્ટોડિયલ ડેથના હમ્મબ સમાચાર પ્રસરાવીને મરનારના વાલી વારસોને બાઉન્ડ કરાય એ કેવો ન્યાય ? આવા મૃત્યુ પાછળ દુઃખદ ઘટના એ છે કે આપણી માનવ અધિકાર પંચની સિસ્ટમ સાવ નિર્માલ્ય ની વડી છે. માનવ અધિકારોનું સન્માન અને સંવર્ધન એ દેશની લોકશાહીની ધરા છે. એવું સમજીને તમામ નાગરિકોને સમાન હક મળે ત્યારે કોરોનાનો કોહરામ ઊભી પૂછડીએ નાસી જશે એ વાત સનાતન સત્ય છે.
અમથા કાકા અને અન્ય ચાર પાંચ વયશ્કોને આ બાપુની વાતમાં ખુબ દિલ ચશ્પી પડી એટલે રામાનંદી મહારાજનું બહુમાન કર્યું. મહારાજ ઉવાચઃ રાજ્યની આરોગ્ય શાખાની અગ્રસચિવને જાે અન્ય સ્થળે ફંરબદલી કરાય તો કોરોના ચોક્કસ વિદાય લેશે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.