ઉત્સાહનું ઉડ્ડયન એટલે કોંગ્રેસ કંવર

રસમાધુરી
રસમાધુરી

ચકિત થતાં બાપુજીએ કહ્યું, બેટા જા બહાર જઈને રમ. અમે જે કરીએ છીએ એ તારા ભલા માટે જ કરીએ છીએ. કોંગ્રેસે કહ્યું બાપુજી આમાં મારૂં કંઈ ભલું થવાનું નથી. મારે હજુ ભણવું છે. હજુ મારી ઉંમર પણ નાની છે. હવે કોંગ્રેસના પિતાને સમજાયું કે છોકરી ગંભીર છે તેથી તેને ધમકાવતાં અંદર જવા કહ્યું.. પરંતુ કોંગ્રેસે આગળ વધીને કહ્યું બાપુજી મારાં લગ્ન નક્કી ના કરતા. જાે એમ કરશો તો હું પોલીસને બોલાવીશ.. આટલું સાંભળતાં જ બધા ગભરાયા.
છોકરાવાળા તો અત્યાર સુધી આ બંનેની વાતો સાંભળતા હતા તે કહેવા લાગ્યા કે ભાઈ છોકરી બહુ કડક છે.આ સંબંધ કરવો બરાબર નથી. જ્યાં હજુ સંબંધ થયો નથી ત્યાં તો પોલીસ બોલાવવાની ધમકી આપે છે અને કાલે કદાચ સંબંધ થાય તો આ આખા કુટુંબને પુરાવી દેશે. તેમણે નાથુસિંહ પાસે રજા માંગી અને સંબંધની વાત પડતી મુકી પોતાના ઘેર ચાલ્યા ગયા.
જે સમાજમાં કોંગ્રેસ અને તેના પિતા રહેતા હતા ત્યાં આ વાત એક સામાન્ય પ્રક્રીયાના ભાગ રૂપે હતી. લોકો નાની ઉંમરમાં જ પોતાની દિકરીઓના લગ્ન કરી દેતા હતા. આ તેમની પરંપરાનું અંગ હતું. કોંગ્રેસે તેનો વિરોધ કર્યો એટલે સમજાેને કે આફત આવી પડી. તેની મા અને બાપુજી સહિત અનેક સંબંધીઓને તેને સમજાવી પણ એકની બે ન થઈ. કોંગ્રેસ પોતાના નિર્ણયમાં અડગ રહી. હવે તેના ઘરનાં સૌ તેને વાત વાતમાં ધમકાવવા અને મારઝુડ કરવા લાગ્યા. કેમ કે તેણે ઘર, કુટુંબ અને સમાજની પરંપરાઓ સામે વિદ્વોહ કર્યો હતો. તેથી તેને સજા તેને મળવાની હતી. હવે તે વાતવાતમાં તેની મજાક ઉડાવાતી અને ધમકાવાતી હતી. ઘરનાં લોકોએ તેનું ઘરની બહાર જવાનું બંધ કરાવી દીધું. આ તરફ કોંગ્રેસના સાથીદાર મિત્રો અને શિક્ષક-શિક્ષિકાઓ તે ‘પ્રભાતશાળા’ માં ન આવતી હોવાથી ઉદાસ હતા. ગામની જ વાત હોવાથી તેમને બધી વાતની જાણ હતી. તે કોંગ્રેસની હિંમતભર્યા પગલાંથી ખુશ તો હતા પણ તેના પર આવી રહેલી મુશ્કેલીઓને કારણે દુઃખી પણ હતાં.
એક દિવસ કોંગ્રેસના શિક્ષક-શિક્ષિકાઓએ મળી નક્કી કર્યું કે, કોંગ્રેસના બાપુજી અને ભાઈને સમજાવીએ. તેઓ બધા નાથુસિંહને મળવા આવ્યા. તેમણે તેને સમજાવ્યા કે બાળલગ્ન કરવાથી કઈ કઈ જાતનું નુકશાન છે, આટલી નાની ઉંમરમાં બાળક ઘરસંસાર અને કુટુંબની જવાબદારીનો બોજ ઉઠાવી ન શકે. વળી આ ઉંમરે તેનું શરીર પણ અપરિપકવ હોય છે. તેથી હમણાંથી જ તેના પર જવાબદારી નાખવી એ બરાબર નથી. વળી કોંગ્રેસ તો ખુબ સારી છોકરી છે તે હજુ ભણવા માંગે છે, ભણશે તો આગળ વધશે તેણે એક ખોટા કુરીવાજનો વિરોધ કર્યો છે. વળી તેમણે કહ્યું કે, તમે પણ કોંગ્રેસને પ્રેમ તો કરો જ છો. તો તેનું ભલું જ ઈચ્છતા હશો.
ખરી અને ખરા મનથી સમજાવટ થતાં આ વાત સૌના ગળે ઉતરી ગઈ. તેમને કોંગ્રેસના નિર્ણયનો સ્વીકાર કરી લીધો.ઘરનાંઓએ કોંગ્રેસને કહ્યું, હવે તારે ભણવું હોય તો ભણ..અમે હમણાં તારાં લગ્ન નહીં કરીએ..
કોંગ્રેસ ફરી પ્રભાતશાળામાં જવા લાગી. તેના આ નિર્ણયના ખુબ વખાણ થવા લાગ્યા. તે ગામની જ સરકારી શાળામાં છઠ્ઠા ધોરણમાં લાગી. તેના વખાણ હવે ચારેતરફ થવા લાગ્યા. તેની ખ્યાતિ એટલી વધી કે રાજયની જયપુરમાં મુખ્યમંત્રીએ તેને સન્માનીત કરી અને તેની પ્રશંસા કરી. બાળકોના અધિકારો માટે અવાજ ઉઠાવવામાં મોખરે રહેવા અને તેમાં યોગદાન આપવા બદલ તેને દેશના પાટનગર દિલ્હીમાં પણ બોલાવવામાં આવી અને સંસદ ભવનમાં કોંગ્રેસ કુંવરે બાળકોના અધિકાર બાબતે ભાષણ આપ્યું.ડ
બાળકોના અધિકારોને લઈને બાળલગ્નનો સફળ રીતે વિરોધ કરાતાં અનેક છોકરીઓએ જયપુરમાં તેના નેતૃત્વમાં રેલી કાઢી અને સંકલ્પ કર્યો કે, અમે બાળલગ્ન કરીશું નહીં કે કરવા દઈશું નહીં. આ બધી વાતો જયારે ચારેબાજુ ફેલાઈ તો બધે જકોંગ્રેસના વખાણ થવા લાગ્યા.કોંગ્રેસ કહેવા લાગી, જયારે મેં મારા ઘરમાં મારા બા બાપુજી સામે બાળલગ્નનો વિરોધ કરેલો ત્યારે હું ખુબ ગભરાઈ ગયેલી. મને મનમાં કયાંકને કયાંક ડર હતો પણ મને જ્યારે આ સન્માન મળવા લાગ્યું ત્યારે ખબર પડી કે મેં કેટલું મોટું કામ કર્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે બાળ અધિકારો અંગે વાત કરવા માટે જ્યારે વિશ્વભરના બાળકોનું સંમેલન જર્મનીની રાજધાની બર્લીનમાં ભરાયું ત્યારે ભારતનાં પ્રતિનિધિ તરીકે કોંગ્રેસ કંવરના નામનીપસંદગી થઈ. પોતાના દેશની ધરતીથી આટલે દુર અજાણ્યા દેશ અને ભાષા ભાષકો વચ્ચે જઈને કોંગ્રેસને અનોખી અનુભૂતિ થઈ હતી. ત્યાં આંતરરાષ્ટ્રીય મંચ પર કોંગ્રેસે પોતાની વાત ખુબ દ્રઢતાપૂર્વક પોતાની ભાષામાં એવી જ રીતે કરી જે રીતે તેણે તેના ગામમાં બાળલગ્નના કુરીવાજનો વિરોધ કર્યો હતો.જ્યારે તેની વાતનો અનુવાદ કરીને આખીયે દુનિયાના બાળકો અને લોકોએ તે સાંભળ્યો અને સમજ્યા ત્યારે તાળીઓના ગડગડાટથી સંમેલનનો હોલ ગુંજી ઉઠયો તે બધાં કોંગ્રેસના જુસ્સાની પ્રશંસા કર્યા વિના રહી શકયાં નહીં.
બર્લીનથી પરત આવ્યા પછી કોંગ્રેસને એક વધુ ખુશીના સમાચાર મળ્યા. તેણે બાળલગ્ન જેવા કુરીવાજનો બહાદુરી અને સાહસપુર્વક સફળ વિરોધ કરવા બદલ તેના પ્રેરક પગલાંને ધ્યાને લઈ સને ર૦૦૭ ના રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર માટે તેની પસંદગી થઈ હતી. જાન્યુઆરી ર૦૦૮ ના દેશના જે અન્ય પુરસ્કૃત બાળકો પસંદગી પામેલાં તેમની સાથે કોંગ્રેસ કંવર પણ એક વાર ફરી દિલ્હી પહોંચી ત્યાં વડાપ્રધાને તેને પુરસ્કૃત કરી તેના સાહસ બદલ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને અન્ય ગણના વ્યક્તિઓએ તેને શાબાશી આપી અને ગણતંત્ર દિવસની પરેડમાં હાથી પર બેસીને એ રાજપથ પરથી પસાર થઈ ત્યારે આખા દેશે તેની બહાદુરી માટે તાળીઓના ગડગડાટથી તેને અભિનંદન પાઠવ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.