અંજીતે બે બાળકોના જીવ બચાવ્યા

રસમાધુરી
રસમાધુરી

સંજય ઓ.. સંજય..
કોણ ?
એ તો હું નસીમ..
તું શું કરે છે ?
ટીવી જાેતો હતો. ક્રિકેટની મેચ બરાબર જામી છે.. સંજયે કહ્યું.
અરે છોડને યાર.. ચાલ આપણે માછલી પકડવા જઈએ.. નસીમે કહ્યું.
પણ મારી પાસે જાળ નથી..
મેં લીધી છે જાે આ રહી.. નસીમે જાળ બતાવી.
મારી પાસે કાંટો છે એ લઈ લઉં.. સંજયે પુછયું.
હાં..હાં.. લઈ લે.. એમાં કંઈ પુછવાનું હોય ? નસીમે કહ્યું.
બેટા સંજય કોણ આવ્યું છે ? સંજયની મમ્મીએ પુછયું.
એ તો નસીમ છે. અમે બંને નદીએ જઈએ છીએ.
સારૂં સંભાળીને જજાે.. નદીમાં ભરતી હોય તો સાચવજાે.. સંજયની મમ્મીએ ચીંતા પ્રગટ કરતાં કહ્યું.
હાં.. મમ્મી જરૂર.. સંજયે કહ્યું.
આંટીઆમ ચિંતા મત કરો.. મેં હું ના.. નસીમે કહ્યું.
મારો બેટો ૧૩ વર્ષનો ડેંટીયો રહે છે… મેં હું ના.. કહેતાં સંજયની મમ્મી હસી પડી..
બંને મિત્રો વાતો કરતાંં કરતાં ડુડું ચીરા નદી તરફ ચાલી નીકળ્યા.. આ નદી તેમના માંઝીકરારા ગામની નજીકમાં વહેતી હતી.
ગામમાંથી બહાર નીકળતાં ખેતરોમાં હરીયાળી લહેરાતી હતી. સુસવાટા દેતા પવનની સાથે સાથે નારીયેળીનાં વૃક્ષો ઝુમી રહ્યા હતા. બંને મિત્રો નદી કીનારે આવી ગયા.
નસીમ મમ્મીની વાત સાચી હતી. નદીમાં અત્યારે ભરતી આવી છે જાે ને કેવી ઉછાળા મારે છે ? સંજયે કહ્યું.
તો શું થયું આપણને બંનેને તરતાં આવડે જ છે.. પછી ચિંતા શું ?
ના..ના.. પણ અત્યારે પાણીમાં જવામાં મને તો જાેખમ લાગે છે..
અરે દોસ્ત મેં હું ના.. કયું ગભરાતા હૈ, જાે ડર ગયા વો મર ગયા.. ચાલ હવે.. નસીમે તેને પોરો ચડાવ્યો.
હાં..હાં.. ચાલ ભરતીમાં માછલીઓ પણ ઘણી આવી હશે.. સંજયે કહ્યું.
બંનેએ કપડાં કીનારા પર મુકી જાળ લઈ ધસમસતી નદીમાં ઝંપલાવ્યું.. નદીની વચ્ચોવચ્ચ એક મોટો ટેકરો હતો પરંતુ પાણી વધારે આવેલ હોઈ તે અત્યારે થોડો જ દેખાતો હતો. બંને મિત્રો તરતાં તરતા એ ટેકરા તરફ જવા લાગ્યા પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાથી તણાવા લાગ્યા.
બડે ભાઈ જરા સંભાલ કે. .નસીમે કહ્યું. સંજય તેનાથી બે વર્ષ મોટો હતો તેથી નસીમ ઘણી વખત તેને બડે ભાઈ કહેતો..
હાં..હાં. મને ખબર છે અહીં નદી ૧પ થી ર૦ ફૂટ ઉંડી છે…સંજયે કહ્યું.
અરે.. તેરા કાંટા..
છુટ ગયા.. જાને દો.. સંજયે કહ્યું.બંને હવે પાીણના પ્રવાહમાં બરોબર તરી શકતા ન હતા. તણાવ લાગતાં બંને બુમાબુમ કરવા લાગ્યા.
બચાવો. બચાવો.. પણ નદી કીનારે અત્યારે કોઈ દુર દુર સુધી દેખાતું ન હતું. હવે શું થશે ? બંનેને ચિંતા થવા લાગી. પાણીમાં જાેરજાેરથી હાથ પગ પછાડી બંને બચવાની કોશીશ કરવા લાગ્યા. ત્યાં દુરથી એક છોકરો તેમને આવતાં દેખાયો. એ લગભગ તેમના જેવડો જ એટલે કે બાર તેર વરસનો હતો. બંને મિત્રો ફરી બુમો પાડવા લાગ્યા..
બચાવો. બચાવો.. નદીનો આ ભાગ કાદવ વાળો હતો. બેઉ કાદવમાં ખુંપવા લાગ્યા. તેથી ખુબ ગભરાયા અને રડવા લાગ્યા. દુરથી રમતો રમતો આવતો છોકરો અંજીત હતો. તેની નજર આ બંને જણા પર પડી. તેણે એકદમ દોડતા આવીને ૧પ-ર૦ ફૂટ ઉંડા પાણીમાં ભુસકો માર્યો.. અંજીતને તરતાં સારું આવડતું હતું. તરતો તરતો તે નસીમના નજીક પહોંચી ગયો. નસીમના વાળ તેણે પકડી પાડયા અને ખેંચતો ખેંચતો તેને કીનારે લઈ આવ્યો.
પછી અંજીત ફરી નદીમાં કુદયો અને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે સંજયને શોધવા લાગ્યો. સંજય તો કાદવમાં બરાબર ખુંપી ગયો હતો તે પાણી પણ પી ગયેલા તેથી અર્ધબેભાન હાલતમાં આવી ગયેલો ખુબ મહેનત કરી અંજીતે સંજયને કાદવમાંથી બહાર ખેંચી કાઢયો.. અને માટીથી લથપથ થયેલા સંજયને કાંઠે લઈ આવ્યો.
તે દરમ્યાન ગામના બીજા લોકો પણ આવી ગયા. સંજય અને નસીમને પ્રાથમિક સારવાર આપતાં બંનેના જીવ બચી ગયા.
ગામ આખામાં અંજીતની બહાદુરી અને હીંમતપુર્વકનાં પરાક્રમની ચર્ચા થવા લાગી.
૧પ ડીસે.ર૦૧૩ નો છેલ્લો દિવસ હતો. દક્ષિણ ભારતના કેરળ રાજયના કુન્નુર જિલ્લાના થલાસરી તાલુકાના મોઝીકુકરા નામના નાનકડા ગામની ઘટનાની વાત દિલ્હી સુધી પહોંચી. રાષ્ટ્રીય બાલકલ્યાણ પરીષદ નવી દિલ્હી દ્વારા અંજીતને ર૪ જાન્યુ.ર૦૧પ ના રોજ વડાપ્રધાનના હસ્તે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર આપવામાં આવ્યા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.